ભારતીય બોક્સ ઓફિસ પર ઈન્ડિપેન્ડન્સ ડે વીકએન્ડ હંમેશાથી ફિલ્મ રિલીઝ માટે સૌથી ફાયદાકારક સમય રહ્યો છે. કોવિડ પછીના સમયમાં પણ ફિલ્મો કોઈપણ જૉનરની હોય, આ રિલીઝ વિન્ડોનો ફાયદો ઉઠાવતી રહી છે. આ સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલાં એટલે કે 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં બોલિવૂડની 2 મોટી અને મચ અવેટેડ ફિલ્મો રિલીઝ થઈ રહી છે. જેમાં એક સની દેઓલની ભાગલા પર આધારિત દેશભક્તિથી ભરપૂર બંટવારા 1947 છે, જ્યારે બીજી ઈમરાન હાશ્મીની રોમેન્ટિક મ્યુઝિકલ એક્શન થ્રિલર આવારાપન 2 છે. બંને ફિલ્મોને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોટા પડદા પર બંને ફિલ્મોની ટક્કરને લઈને ફેન્સ પણ ખૂબ એક્સાઈટેડ છે. 

બંટવારા 1947 કેટલા કરોડની ઓપનિંગ કરી શકે છે?

બંટવારા 1947નું ડાયરેક્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે અને ફિલ્મમાં સની દેઓલ, પ્રીતિ ઝિંટા, શબાના આઝમી, અલી ફઝલ અને કરણ દેઓલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સનીની આ વર્ષે દેશભક્તિથી ભરપૂર બોર્ડર 2 બ્લોકબસ્ટર રહી હતી. એવી આશા છે કે તેઓ ફરી એકવાર બંટવારા 1947થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે. ફિલ્મની દેશભક્તિથી ભરપૂર સ્ટોરી દર્શકોને મોટી સંખ્યામાં સિનેમાઘરો સુધી ખેંચી શકે છે. કોઈમોઈના આંકડા પ્રમાણે આ ફિલ્મ 10થી 13 કરોડ રૂપિયાની કમાણી સાથે ઓપનિંગ કરી શકે છે. જો ફિલ્મને પોઝિટિવ વર્ડ ઓફ માઉથ મળે તો ઓપનિંગ ડેનું કલેક્શન હજુ વધી શકે છે.

આવારાપન 2 કેટલા કરોડની ઓપનિંગ કરી શકે છે?

આવારાપન 2 ઈમરાન હાશ્મીની 2007માં આવેલી ફિલ્મ આવારાપનની સીક્વલ છે. આ ફિલ્મને લઈને પણ ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોકે તેના ટ્રેલરને દર્શકો તરફથી મિક્સ રિસ્પોન્સ મળ્યો છે, પરંતુ સીક્વલ હોવાનો ફાયદો ચોક્કસપણે વિશેષ ભટ્ટના પ્રોડક્શનને મળી શકે છે. આ દરમિયાન તેરા મેરા રિશ્તાનું નવું વર્ઝન ગઈકાલે રિલીઝ થયું છે, જેણે જૂની યાદોને ફરી તાજી કરી દીધી છે. આશા છે કે ઈમરાન હાશ્મી શિવમ પંડિતના રોલમાં જોરદાર કમબેક કરશે અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. કોઈમોઈના રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ પહેલા દિવસે 10થી 15 કરોડ રૂપિયાની રેન્જમાં ઓપનિંગ કરી શકે છે.

પહેલા દિવસે કોણ મારશે બાજી?

સની દેઓલની ફિલ્મ પોતાના દેશભક્તિથી ભરપૂર કન્ટેન્ટને કારણે બાજી મારી શકે છે, જ્યારે ઈમરાન હાશ્મીને દર્શકોનું ધ્યાન ખેંચવા અને પહેલા વીકએન્ડમાં પોતાની જગ્યા બનાવવા માટે મહેનત કરવી પડશે. જો તેઓ આવું કરવામાં સફળ રહે છે, તો નિતિન કક્કડની આવારાપન 2 પાસે સની દેઓલની ફિલ્મની ટક્કરનો સામનો કરીને જીત મેળવવાની સારી તક રહેશે. જોકે હવે બંને ફિલ્મોની રિલીઝ બાદ જ ખબર પડશે કે બંટવારા 1947 અને આવારાપન 2માંથી કઈ ફિલ્મ બોક્સ ઓફિસની આ ટક્કરમાં બાજી મારી શકે છે.

આ પણ વાંચો-Govinda સાથે જોવા મળી મિસ્ટ્રી ગર્લ! મુંબઈ એરપોર્ટ પર સાથે આવ્યા નજરે, પત્ની સુનીતા લગાવી ચૂકી છે અફેરના આરોપ!