અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મ ભૂત બંગલા એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મ હવે 150 કરોડનો આંકડો સ્પર્શવા તરફ આગળ વધી રહી છે. પરંતુ તે પહેલાં, ફિલ્મે વધુ એક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ હોરર કોમેડી ફિલ્મે પ્રભાસની ધ રાજા સાબને પાછળ છોડી દીધી છે. 

ભૂત બંગલા એ રિલીઝના 15માં દિવસે કેટલું કલેક્શન કર્યું?

ભૂત બંગલા એ રિલીઝના બે અઠવાડિયા બોક્સ ઓફિસ પર એકહથ્થુ શાસન કર્યું. પરંતુ હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશ કર્યા પછી, અક્ષય કુમાર અને વામિકા ગબ્બી સ્ટારર આ ફિલ્મને નવી રિલીઝ એક દિન અને રાજા શિવાજી સામે ટક્કર લેવી પડી રહી છે. તેમ છતાં 'ભૂત બંગલા' એ રિલીઝના 15માં દિવસે એટલે કે શુક્રવારે પણ જોરદાર કમાણી કરી હતી. એટલું જ નહીં, તેના કલેક્શનમાં ઉછાળો જોવા મળ્યો હતો. ભૂત બંગલા એ રિલીઝના 15માં દિવસે 4.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે બીજા ગુરુવારે થયેલી 4 કરોડ રૂપિયાની કમાણી કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ સાથે ભારતમાં તેની કુલ કમાણી હવે 148.66 કરોડ રૂપિયા થઈ ગઈ છે. GST સહિત ગ્રોસ ટોટલ 175.42 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી 6ઠ્ઠી હોરર-કોમેડી ફિલ્મ

ભૂત બંગલા હવે ઘરેલું બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી હોરર-કોમેડી ફિલ્મોની યાદીમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. તેણે પ્રભાસની ફિલ્મ ધ રાજા સાબને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. ધ રાજા સાબનું લાઈફટાઈમ કલેક્શન 146.04 કરોડ રૂપિયા હતું. હવે ભૂત બંગલાનો આગામી ટાર્ગેટ આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ થામા (157.05 કરોડ રૂપિયા) છે.

ભારતીય સિનેમા (નેટ કલેક્શન) માં હાઈએસ્ટ ગ્રોસિંગ હોરર-કોમેડી ફિલ્મો:

  • સ્ત્રી 2: 627.5 કરોડ
  • ભૂલ ભુલૈયા 3: 281.56 કરોડ
  • ગોલમાલ અગેન: 205.72 કરોડ
  • ભૂલ ભુલૈયા 2: 185.57 કરોડ
  • થામા: 157.05 કરોડ
  • ભૂત બંગલા: 148.66 કરોડ (15 દિવસ)
  • રાજા સાબ: 146.04 કરોડ
  • સ્ત્રી: 129.67 કરોડ
  • મુંજ્યા: 108 કરોડ

આ પણ વાંચો- માઈકલ જેક્સનની દીકરીના શરીર પર છે 80 ટેટૂ, હિન્દીમાં લખાવ્યું જય ગુરુદેવ...!