બિગ બોસ 18ની જેમ 19મી સિઝનની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ત્યારે સલમાન ખાને બિગ બોસનો પ્રોમો શૂટ કરી લીધો છે. પરંતુ કન્ટેસ્ટન્ટના નામ એક બાદ એક સામે આવી રહ્યા છે. જેમાં વધુ એક નામ ઉમેરાયુ છે. ટીવી અભિનેત્રી મીરા દેવસ્થલેએ આ શો માટે હા પાડી દીધી છે.

ટીવી એકટ્રેસ 'બિગ બોસ'માં જોડાશે?
મહત્વનું છે કે આ શો માટે ચાહકો ઉત્સુક છે શો વિશે લોકોમાં અનેક ચર્ચાઓ પણ ચાલી રહી છે. હવે નવા અહેવાલો અનુસાર ફેમસ ટીવી એકટ્રેસ મીરા દેવસ્થલ આ વર્ષે એટલે કે બિગ બોસ 19માં જોવા મળશે. મીરાને શોની કન્ફર્મ કન્ટેસ્ટન્ટ માનવામાં આવી રહી છે.એક અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે ઉડાન ફેમ અભિનેત્રી મીરા દેવસ્થલેને બિગ બોસ 19 માટે કન્ફર્મ કરવામાં આવી છે તેણે આ શો માટે હા પાડી દીધી છે.

હજુ માહિતીની પુષ્ટિ નથી કરાઇ
આવી માહિતી મળ્યા બાદ, ઉડાન ફેમ મીરાના ચાહકોમા ઉત્સાહ જોવા મળશે. કારણ કે લોકોએ ઉડાનમાં ઘણો પ્રેમ આપ્યો હતો. મહત્વનુ છે કે હજુ સુધી આ બાબતે મીરાએ કોઇ પણ પ્રકારની પુષ્ટિ કરી નથી. હવે મીરા બિગ બોસ 19નો ભાગ બને છે કે નહીં તે તો આવનારા સમયમાં ખબર પડશે. પરંતુ લોકો ઇચ્છી રહ્યા છે કે તેમના ફેવરેટ એક્ટર કે એક્ટ્રેસ બિગ બોસ 19માં આવે અને આ શો જીતે. 
  • Follow us on: