ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલાએ 27 જૂન 2025ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. રિપોર્ટ અનુસાર, અભિનેત્રીનું 42 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું છે.
શેફાલી એન્ટી એજિંગ દવાઓ લેતી
શેફાલી જરીવાલાના મૃત્યુએ બધાને ચોંકાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શેફાલી જરીવાલાએ ખાલી પેટે કેટલીક ખાસ દવાઓનું સેવન કર્યું હતું. આ દવાઓ એન્ટી એજિંગ દવાઓ સાથે સંબંધિત હતી.
શેફાલીના મૃત્યુ પર રોનિત રોયનું મોટું નિવેદન
આ દરમિયાન શેફાલી જરીવાલાના મિત્ર અને સહ-અભિનેતા રોનિત રોયે પણ અભિનેત્રીના મૃત્યુ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રોનિત રોયે કહ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. મેં શેફાલીના પતિ પરાગ ત્યાગી સાથે કામ કર્યું છે તે ખૂબ જ મીઠો વ્યક્તિ છે.
શેફાલીના મત્યું પર ફેલાઈ રહેલી અફવાઓ પર સવાલો
રોનિત રોયે વધુમાં કહ્યું કે, હું શેફાલી જરીવાલા અને પરાગ ત્યાગીને ઘણી વાર મળતો હતો. અમે કોઈ કાર્યક્રમમાં મળતા હતા અથવા ક્યારેક સાથે ડિનર માટે જતા હતા. તેઓ એક સુંદર કપલ હતા. આટલી નાની ઉંમરે શેફાલીનું વિદાય થવું હૃદયદ્રાવક છે. રોનિત રોયે માત્ર શેફાલી જરીવાલાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી અફવાઓ અને કાવતરાના સિદ્ધાંતો પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
અંગત જીવન વિશે અનુમાન લગાવવું ખોટું: રોનિત રોય
તેમનું કહેવું છે કે જ્યાં સુધી કોઈ નક્કર માહિતી ન હોય ત્યાં સુધી કોઈના અંગત જીવન વિશે અનુમાન લગાવવું ખોટું છે. આવા સમયે સહાનુભૂતિ અને આદર સૌથી મહત્વપૂર્ણ બાબતો છે. મને નથી લાગતું કે આ વિશે કંઈ કહેવું યોગ્ય છે કારણ કે મારી પાસે કે તમારી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી.
રોનિત રોયે કહ્યું છે કે, આજકાલ સોશિયલ મીડિયા પર બે યુનિવર્સિટીઓ ચાલી રહી છે એક વોટ્સએપ છે અને બીજી ઇન્સ્ટાગ્રામ છે. એક જ ઘટના પર 10થી 12 થિયરીઓ બનાવવામાં આવે છે પરંતુ કોઈને સત્ય ખબર નથી. લોકો તથ્યો વિના અફવાઓ ફેલાવે છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જો કોઈનું મૃત્યુ થયું હોય તો સૌ પ્રથમ આપણે તેનું સન્માન કરવું જોઈએ.










