સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 20ના રવિવારના વાર એપિસોડમાં જોરદાર હંગામો જોવા મળ્યો. શોમાં દ્રશ્યમ 3 અને હુંકારની સ્ટાર કાસ્ટ પહોંચી હતી. જૂની ક્લિપ્સ પણ ઘરના સભ્યોને બતાવવામાં આવી હતી. આ સાથે જ ઘરમાં બીજું એવિક્શન થયું, જેમાં બાદશાહની પૂર્વ પત્ની ઈશા રિખી ઘરની બહાર થઈ ગઈ છે. ટ્રોલ્સ પછી હવે સલમાને ડીપફેક અને AI વીડિયો પર પણ નારાજગી વ્યક્ત કરી છે.

ગુસ્સો ભૂલી આગળ વધવાની સલમાને આપી સલાહ

સલમાન ખાને રવિવારના વાર એપિસોડની શરૂઆત ઘરના સભ્યોના મુદ્દાઓથી કરી. તેમને સાચી અને ખોટી બાબતો વિશે સમજાવ્યા પણ ખરા. તેણે ડોગનું ઉદાહરણ આપ્યું કે કેવી રીતે તેને વઢો અને પછી પ્રેમથી બોલાવો તો તે પૂંછડી પટપટાવતો આવી જાય છે. તે થોડી સેકન્ડમાં બધું ભૂલી જાય છે. સલમાને કહ્યું કે આ ગુણ દરેક વ્યક્તિમાં હોવો જોઈએ, જે બહુ મુશ્કેલીથી આવે છે.
https://twitter.com/Freak4Salman/status/2104237022705807723

તેણે કહ્યું, ગયા અઠવાડિયે જે મેં બતાવ્યું તે અનફિટ સ્થિતિમાં બતાવ્યું. સિક્સ પેક એપ્સ નહોતા એટલે બતાવ્યું. અનફિટ સ્થિતિમાં બતાવ્યું. ફિટ થવામાં હજુ 4 થી 6 અઠવાડિયાનો સમય છે. એવું નહોતું કે ફિટ થઈ ગયો છું અને બતાવ્યું નથી. તે અનફિટ સ્થિતિમાં બતાવ્યું. સલમાન ખાને કહ્યું, હવે તો ઓનલાઈન ટ્રોલિંગ થાય છે. પહેલાં તો રૂબરૂમાં સતાવતા હતા, છેડતી થતી હતી, ઈશારાઓ થતા હતા. અત્યારે જે થઈ રહ્યું છે તે સારું નથી.

ડીપફેક અને AI વીડિયોનો ઉઠાવ્યો મુદ્દો

આ પછી એક્ટરે ડીપફેક અને એઆઈ વીડિયોના મુદ્દા પર વાત કરી. સલમાને કહ્યું, આજે આપણે જે કંઈ બોલીએ છીએ અને કરીએ છીએ, તેના માટે આપણે પોતે જવાબદાર બનવાની જરૂર છે. એઆઈ વીડિયો તમે બનાવ્યો, ડબિંગ તમે કર્યું, જે ખોટું છે. એઆઈ એટલું પાવરફુલ છે અને ઘણું ડરામણું છે. આપણે આ જ ઈન્ડસ્ટ્રીના છીએ. જેમ કે તમે કંઈક બોલ્યા તો તમારા અવાજને ડબ કરીને કોઈને ગાળ આપી દીધી. લોકો એઆઈ વીડિયો બનાવી રહ્યા છે. કેટલાક લોકોને ખબર નથી અને તેઓ તેને પોસ્ટ કરી દે છે, પણ જે લોકોએ આ બનાવ્યું છે, જેમને ખબર છે તેઓ કેવા લોકો છે? આવા લોકો જેલમાં જવા જોઈએ. જ્યાં સુધી એકાદ વ્યક્તિ જેલમાં નહીં જાય ત્યાં સુધી કોઈને વાત સમજાશે નહીં.

સલમાન ખાન - સેન્સરશિપ હોવી જોઈએ...

સલમાન ખાને આગળ કહ્યું, સોશિયલ મીડિયા યુઝર્સ માટે એક સેન્સરશિપ હોવી જોઈએ. હું આ બાબતને ગંભીરતાથી લઉં છું. આપણી તો ઓળખાણ છે એટલે આપણને સાયબર સેલમાંથી જાણ થઈ જાય છે કે આ કોણે પોસ્ટ કર્યું છે. પરંતુ જે લોકોની કોઈ ઓળખાણ નથી તેમનું શું, ઓળખનું શું, ફોલોઅર્સનું શું?

બાદશાહની એક્સ પત્ની થઈ ઘરની બહાર

આ ઉપરાંત આ અઠવાડિયે બિગ બોસ 20ના ઘરમાંથી બહાર થવા માટે યંગ ડીએસએ અને બાદશાહની એક્સ પત્ની ઈશા રિખી નોમિનેટ થયા હતા. પરંતુ યંગને ફેન્સે વધુ વોટ આપીને બચાવી લીધો અને ઈશા રિખીએ શોમાંથી વિદાય લેવી પડી.

આ પણ વાંચો-Flop Movie : OTT પર આવતાં જ ચમકી 3 મહિના જૂની ફિલ્મની કિસ્મત! ડિઝાસ્ટર ફિલ્મ બની ટોપ ટ્રેન્ડિંગ!