ટીવીનો પોપ્યુલર અને વિવાદિત શો બિગ બોસ એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. શોની નવી સીઝનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન હવે બિગ બોસ 20 ને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે.
બિગ બોસ 20
આ તો બધા જાણે છે કે સલમાન ખાનના શો બિગ બોસની આ વખતે 20મી સીઝન આવવાની છે. તેથી લોકોમાં આ માટે એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શોના પ્રીમિયર માટે પણ લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. સાંભળવા મળ્યું હતું કે શો તેના નક્કી કરેલા સમય એટલે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર લોન્ચ વિન્ડોથી હટીને લોન્ચ કરવામાં આવશે.
શું કહે છે રિપોર્ટ્સ?
એટલું જ નહીં પણ એવી અટકળો પણ લગાવવામાં આવી રહી હતી કે બિગ બોસ 20નું પ્રીમિયર આ વર્ષે જૂનમાં થઈ શકે છે, પરંતુ હવે શો સાથે જોડાયેલા અપડેટ્સે આ તમામ અટકળો પર વિરામ લગાવી દીધો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શો આ વર્ષે વાપસી કરી રહ્યો છે, પરંતુ તે જૂનમાં નહીં આવે.
ખતરો કે ખિલાડી 15
શોના મેકર્સે તેને પછીથી પ્રસારિત કરવાનો પ્લાન કર્યો છે. શોનું પ્રીમિયર સંભવિત રીતે ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરમાં થશે. રોહિત શેટ્ટીનો શો ખતરો કે ખિલાડી 15 માટે જૂન મહિનો પહેલાથી જ બુક થઈ ચૂક્યો છે. એવામાં હવે સલમાનનો શો થોડો મોડો થઈ શકે છે.
બિગ બોસ 19
બીજી તરફ, જો સલમાન ખાનના શો બિગ બોસ 19ની વાત કરીએ તો આ શોની શરૂઆત ઓગસ્ટ 2025 માં થઈ હતી. તેનું ફિનાલે ડિસેમ્બર 2025 માં કરવામાં આવ્યું હતું. સલમાન ખાનના શોની સીઝન 19 ના વિનર ગૌરવ ખન્ના અને ફરહાના ભટ્ટ રનર-અપ રહી હતી. ગૌરવને શો માટે 50 લાખ રૂપિયા પ્રાઈઝ મની મળી હતી. શોની આ સીઝન દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને તેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.
આ પણ વાંચો-Dacoit : ધબડકો! બોક્સ ઓફિસ પર ડકૈતનો દબદબો ખતમ, 2 કરોડ કમાવવામાં પણ પડી રહ્યા છે ફાંફા!