સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસમાં બોલીવુડથી લઈને ટીવી સુધીના જાણીતા કલાકારો જોવા મળે છે. આ શોમાં તમામ કન્ટેસ્ટન્ટ્સની અસલી પર્સનાલિટી સામે આવે છે. એક એવી એક્સ કન્ટેસ્ટન્ટની જેણે શોમાં તમામ હદો પાર કરી દીધી હતી અને ત્યારબાદ સલમાન ખાને તેને શોમાંથી બહાર કરવી પડી હતી. આ અભિનેત્રીએ ટીવી સિરિયલોથી લઈને બોલીવુડ ફિલ્મો સુધી કામ કરીને દર્શકોનું મનોરંજન કર્યું છે.
બિગ બોસમાં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ બની હતી
અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે બીજી કોઈ નહીં પરંતુ મધુરિમા તુલી છે. મધુરિમા તુલીએ ટીવી સિરિયલોથી લઈને બોલીવુડ ફિલ્મો સુધી કામ કરીને પોતાની એક્ટિંગથી દર્શકોનું દિલ જીત્યું છે. સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 13માં અભિનેત્રી વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. આ દરમિયાન તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. જોકે, તેની એક ભૂલ તેના માટે ભારે પડી અને ત્યારબાદ તેને શોમાંથી બહાર કરી દેવામાં આવી હતી.

બિગ બોસમાં કરી હતી હિંસા
મધુરિમા તુલી બિગ બોસ 13માં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે આવી હતી. આ જ શોમાં અભિનેત્રીનો કથિત એક્સ બોયફ્રેન્ડ વિશાલ આદિત્ય સિંહ પણ જોવા મળ્યો હતો. શોમાં બંને વચ્ચે ઘણી વાર ઝઘડા જોવા મળ્યા હતા. એક વખત બંને વચ્ચે એટલો મોટો ઝઘડો થયો કે વાત હિંસા સુધી પહોંચી ગઈ હતી. ઝઘડા દરમિયાન વિશાલ આદિત્ય સિંહે મધુરિમા તુલીના ચહેરા પર પાણી ફેંક્યું હતું. ત્યારબાદ મધુરિમા એટલી ગુસ્સે થઈ ગઈ હતી કે તેણે ફ્રાઇંગ પેનથી વિશાલ આદિત્ય સિંહ પર ઘણી વાર હુમલો કર્યો હતો.
સલમાન ખાને શોમાંથી કરી હતી બહાર
નિયમ તોડવા બદલ સલમાન ખાને મધુરિમા તુલીને ખૂબ ઠપકો આપ્યો હતો અને શોમાંથી બહાર કરી દીધી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પણ મધુરિમા તુલીને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. મધુરિમા તુલી અને વિશાલ આદિત્ય સિંહ વચ્ચે થયેલો આ ઝઘડો બિગ બોસના ઇતિહાસની ચર્ચિત ઘટનાઓમાં સામેલ થઈ ગયો હતો. મધુરિમા તુલી ટીવી સિરિયલ ઉપરાંત બેબી અને તેહરન જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે.
આ પણ વાંચો-TMKOC : જેઠાલાલ-બબીતાજીના થયા લગ્ન, દયાબેને પીરસ્યું ખાવાનું! AIનો કમાલ જોઈ ફેન્સ દંગ, VIDEO VIRAL