બોલીવુડનો કિંગ ખાન શાહરૂખ ખાનનો આલીશાન બંગલો મન્નતમાં થોડા સમયથી કામ ચાલી રહ્યું છે. હવે તે કામ રોકાય ગયું છે. BMCને ફરિયાદ મળી છે કે મન્નતના રીનોવેશનમાં CRZના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેમજ BMC બંગલા પર તપાસ કરવા પહોંચી છે.


શાહરૂખ ખાનનો બંગલો મન્નત મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સમુદ્ર કિનારે પર આવેલો છે. એવામાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન CRZના નિયમોનું ઉલ્લંઘન કરવાની ફરિયાદ મળવા પર BMC ની ટીમ 20 જૂને શાહરૂખ ખાનાના બંગલે તપાસ કરવા પહોંચી હતી.

શું છે મામલો?

BMC હવે એ તપાસ કરી રહી છે કે, CRZના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નથી થયું. RTI એક્ટિવિસ્ટ સંતોષ દૌંડકરે મન્નતને લઈને ફરિયાદ નોંધાવી હતી, પછી BMC ની ટીમ ત્યાં તપાસ કરવા પહોંચી હતી. હવે તપાસનો રિપોર્ટ BMCના અધિકારીઓને આપવામાં આવશે.

ગ્રેડ III હેરીટેજ સ્ટ્રક્ચર્સમાંથી એક છે મન્નત

શાહરૂખ ખાનનો બંગલો મન્નત ગ્રેડ III હેરીટેજ સ્ટ્રક્ચર્સમાંથી એક છે એટલા માટે બંગલાના સ્ટ્રક્ચર્રમાં કોઈ પણ કામ કરાવું હોય તો ઓથોરિટીની મંજૂરી લેવી જરૂરી છે. શાહરૂખ ખાને મન્નતના રીનોવેશન માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન પાસેથી મંજૂરી ના લેવાના નિયમનો ઉલ્લંઘન કર્યો છે. ત્યારે એનઝીટીએ શાહરૂખ ખાન પર લગાવેલા આરોપને લઈને સંતોષ દૌંડકરે પુરાવા આપવાનો આદેશ આપ્યો હતો.

મન્નતના રીનોવેશનમાં લાગશે એક વર્ષ

મન્નતના રીનોવેશનના કારણે શાહરૂખ ખાન અને તેનો પરિવાર બાજુની બિલ્ડિંગમાં ભાડાના મકાનમાં રહે છે. રિપોર્ટ મુજબ રીનોવેશનમાં મન્નત પર બે માળીયા બનાવામમાં આવશે અને તેમજ ઘરની લાઈટિંગ બદલવામાં આવશે. એટલે મન્નતને રેનોવેટ થવામાં લગભગ એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.


  • Follow us on: