બોલીવુડના ઘણા સ્ટાર્સ એવા છે જેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે, આ સ્ટાર્સ બોલીવુડના ટોપના સ્ટાર્સમાં સામેલ છે. શરૂઆતના દિવસોમાં તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હોવા છતાં, તેમણે ક્યારેય હાર માની નહીં અને પોતાના સપનાઓને અનુસર્યા.
એક પછી એક ફ્લોપ ગઈ ફિલ્મો
એક સમય હતો જ્યારે આ અભિનેતાની સાત ફિલ્મો એક પછી એક ફ્લોપ ગઈ. બાદમાં, પઠાણ સાથે, તેમણે 1000 કરોડની બ્લોકબસ્ટર ફિલ્મ હાંસલ કરી. હા, અમે જોન અબ્રાહમ વિશે વાત કરી રહ્યા છીએ.
કારકિર્દીની શરૂઆત મોડેલ તરીકે કરી હતી જ્હોન અબ્રાહમે
જ્હોન અબ્રાહમે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલ તરીકે કરી હતી. ત્યારબાદ તેણે ફિલ્મોમાં પ્રવેશ કર્યો અને 2003માં આવેલી ફિલ્મ જીસ્મથી અભિનયની શરૂઆત કરી. આ ફિલ્મે તેને ફિલ્મફેર બેસ્ટ ન્યુકમર નોમિનેશન અપાવ્યું. 2004 નું વર્ષ જોન અબ્રાહમ માટે મહત્વપૂર્ણ સાબિત થયું, તેની ફિલ્મ ધૂમ થિયેટરમાં રિલીઝ થઈ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ અને હિટ રહી
આ ફિલ્મોથી બની ઓળખ
ધૂમ ફિલ્મ પછી, અભિનેતાને બોલીવુડમાં ઓળખ મળી. ત્યારબાદ તેણે ગરમ મસાલા, કરમ,શિખર,ઝિંદા, કાબુલ એક્સપ્રેસ, સલમા-એ-ઇશ્ક,નો સ્મોકિંગ, ધન ધના ધન ગોલ, દોસ્તાના, અને લક બાય ચાન્સ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. 2018 પછી, અભિનેતાનું જીવન એવા તબક્કામાંથી પસાર થયું જ્યારે તેની સાત ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. આમાં રોમિયો અકબર વોલ્ટર,પાગલપંતી, મુંબઈ સાગા, સત્યમેવ જયતે 2, એટેક પાર્ટ 1, એક વિલન રિટર્ન્સ, અને વેદ છે.
7 ફ્લોપ પછી બ્લોકબસ્ટર
સતત સાત ફ્લોપ ફિલ્મો આપ્યા પછી, અભિનેતાના કરિયરમાં એક એવી ફિલ્મ જોવા મળી છે જેણે બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. જોન અબ્રાહમ 2023માં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં નકારાત્મક ભૂમિકામાં દેખાયો હતો. આ ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 1050.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, અને ત્યારથી, જોન અબ્રાહમ બોલીવુડના ટોપના કલાકારોની યાદીમાં જોડાઈ ગયો છે.
આ પણ વાંચો- એક જ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની, પછી ઐશ્વર્યા રાયના કારણે કરિયર બરબાદ થયું!













