બોલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે, જેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ દર્શકોમાં પોતાની ઓળખ બનાવી છે. આજે અમે એવી જ એક અભિનેત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે પોતાની સુંદરતાથી સૌને પોતાના દીવાના બનાવી દીધા હતા. પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે બોલીવુડના ફિલ્મમેકર્સ અભિનેત્રીને પનોતી માનવા લાગ્યા હતા. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતે કર્યો હતો.
ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી હતી...
એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે તેમની ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી હતી અને ફિલ્મમેકર્સે તેમને કામ ન આપવાનો નિર્ણય કરી લીધો હતો.

અભિનેત્રીને મળ્યું હતું પનોતીનું ટેગ
દિયા મિર્ઝા એવા સ્ટાર્સમાં સામેલ છે, જેમણે પોતાની પહેલી જ ફિલ્મથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. અભિનેત્રીની પહેલી ફિલ્મ રહેના હૈ તેરે દિલ મેં હતી અને આ ફિલ્મે ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મ બાદ દિયા મિર્ઝાની સરખામણી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે થવા લાગી હતી. પરંતુ અભિનેત્રીની જિંદગીમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે તેમના સ્ટારડમને ઝટકો લાગ્યો અને ફિલ્મમેકર્સે તેમને પનોતીનું ટેગ આપી દીધું હતું. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની જિંદગીના આ મુશ્કેલ સમય વિશે ખુદ વાત કરી હતી.
https://www.instagram.com/p/DdZYfwyCGUe/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==
શું કહ્યું હતું અભિનેત્રીએ?
બોલીવુડ અભિનેત્રીએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, જ્યારે હું બોલીવુડમાં આવી ત્યારે મારી સરખામણી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે થવા લાગી હતી. તેની અસર મારી કારકિર્દી પર પણ જોવા મળી. મારી મોટી ફિલ્મોને પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળતા મળી. તેનું પરિણામ એ આવ્યું કે હું બેરોજગાર થઈ ગઈ અને કોઈ પણ ડિરેક્ટર મને કાસ્ટ કરવા માગતો નહોતો. અભિનેત્રીએ એ પણ જણાવ્યું હતું કે ડિરેક્ટર્સને અચાનક હું પનોતી લાગવા લાગી હતી. મેં લાંબા સમય સુધી આ બધું સહન કર્યું છે. અભિનેત્રીએ પોતાના કમબેક વિશે પણ વાત કરી હતી.

કેવી રીતે કર્યું કમબેક?
અભિનેત્રીએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ તેમને કામ આપી રહ્યું નહોતું, ત્યારે રાજકુમાર હિરાણીએ તેમને કામ આપ્યું. દિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ સંજૂ ફિલ્મની કાસ્ટિંગ કરી રહ્યા હતા ત્યારે મેં તેમને ફોન કર્યો અને કહ્યું કે પ્લીઝ મને કામ આપો. હું તેમની સાથે પહેલાં પણ લગે રહો મુન્નાભાઈમાં કામ કરી ચૂકી હતી. મેં ફોન પર તેમને જણાવ્યું કે મને કામ શોધવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે અને કોઈ કામ આપી રહ્યું નથી. ત્યાર બાદ મેં સ્ક્રીન ટેસ્ટ આપ્યો અને આ રીતે મને ‘સંજૂ’ ફિલ્મમાં સંજય દત્તની પત્નીની ભૂમિકા મળી. અભિનેત્રી તાજેતરમાં સની દેઓલની ઈક્કામાં પણ જોવા મળી હતી.
આ પણ વાંચો-Movie Records : ધ પેરેડાઇઝ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, ધમાલ 4 સહિત 15 ફિલ્મોના તોડ્યા રેકોર્ડ