જ્યારે ભારતમાં સિનેમાની શરૂઆત થઈ ત્યારે તે એક મોટી ક્રાંતિ હતી. પહેલી મૌન ફિલ્મ રાજા હરિશ્ચંદ્રથી લઈને પહેલી બોલતી ફિલ્મ આલમઆરા સુધી દર્શકોએ ફિલ્મોને ખૂબ પસંદ કરી. આ દરમિયાન ઘણી એવી ફિલ્મો પણ આવી, જેમણે સિનેમામાં અનેક રેકોર્ડ બનાવ્યા. આવી જ એક ફિલ્મ આલમઆરાની આસપાસ રિલીઝ થઈ હતી, જેના નામે એક અનોખો રેકોર્ડ નોંધાયો અને 90 વર્ષથી વધુ સમય બાદ પણ કોઈ આ રેકોર્ડ તોડી શક્યું નથી.
94 વર્ષ પહેલા આવેલી ફિલ્મમાં સૌથી વધુ 72 ગીતો
વર્ષ 1932માં રિલીઝ થયેલી આ ફિલ્મના નામે સૌથી વધુ ગીતો હોવાનો અનોખો વર્લ્ડ રેકોર્ડ છે. આ ફિલ્મે સંગીતના મામલે એવો ઈતિહાસ રચ્યો કે 94 વર્ષ બાદ પણ કોઈ ફિલ્મમેકર આ રેકોર્ડ તોડી શક્યો નથી. ઓફિશિયલ રીતે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ ફિલ્મનું નામ નોંધાયેલું છે અને સત્તાવાર રેકોર્ડ પ્રમાણે તેમાં 72 ગીતો છે. અહીં વાત થઈ રહી છે 94 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ઇન્દ્રસભાની, જેમાં 31 ગઝલ, 9 ઠુમરી, 4 હોળીનાં ગીતો, 15 ગીતો, 2 ચૌબોલા અને 5 છંદ સામેલ છે.
દરેક કેરેક્ટરની એન્ટ્રી એક ગીત સાથે
આ ફિલ્મની બીજી ખાસ વાત એ છે કે તેની સ્ટોરી એક કવિતાના રૂપમાં આગળ વધે છે અને નાના-મોટા દરેક કેરેક્ટરની એન્ટ્રી એક નવા ગીત સાથે થાય છે. એટલું જ નહીં, આ ફિલ્મ તે સમયની સૌથી લાંબી રનટાઇમ ધરાવતી ફિલ્મોમાંની એક હતી. તેનો રનટાઇમ 3 કલાક 31 મિનિટનો હતો.

ઇન્દ્રસભાનું ડિરેક્શન જમશેદજી જહાંગીરજી મદને કર્યું હતું. તે સમયના સુપરસ્ટાર્સ માસ્ટર નિસાર અને જહાનારા કજ્જને ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સાથે અબ્દુલ રહમાન કાબુલી અને મુખ્તાર બેગમ પણ ફિલ્મનો ભાગ હતાં.
બંગાળની નાઇટિંગેલની હતી મહત્વની ભૂમિકા
જહાનારા કજ્જન તે સમયની એક શાનદાર શાસ્ત્રીય ગાયિકા પણ હતાં. આ કારણે તેમને આ ઐતિહાસિક મ્યુઝિક ફિલ્મ માટે પસંદ કરવામાં આવ્યાં હતાં. તેમને બંગાળની નાઇટિંગેલ કહેવામાં આવતાં હતાં. ફિલ્મનાં તમામ ગીતોને મ્યુઝિક આપવાનું કામ મ્યુઝિક ડિરેક્ટર નાગરદાસ નાયકે કર્યું હતું.
શું છે ફિલ્મની સ્ટોરી?
ફિલ્મની સ્ટોરી એક રાજા અને અપ્સરાના પ્રેમની છે. રાજા પોતાની પ્રજાને ખૂબ પ્રેમ કરે છે અને દરેક પરિસ્થિતિમાં આગળ આવીને તેમની મદદ કરે છે. આ દરમિયાન ઇન્દ્રસભાની એક અપ્સરા તેની પરીક્ષા લેવાનું નક્કી કરે છે, પરંતુ આ કશ્મકશમાં તે રાજાને દિલ આપી બેસે છે.
આ પણ વાંચો-Ranbir Kapoorને પિતા સાથે કેમ નહોતું બનતું? આ હતા 4 મોટા કારણો, ઋષિ કપૂરે માગી હતી માફી!