બોક્સ ઓફિસ પર બોલીવુડ અને હોલીવુડ ફિલ્મો વચ્ચે હંમેશા ટક્કર રહેતી હોય છે. ધુરંધર ફિલ્મની આંધી હતી ત્યારે ભારતમાં હોલીવુડની ફિલ્મોની કમાણીમાં ઘટાડો થયો હતો. જયારે હાલમાં વિશ્વભરમાં લોકપ્રિય થયેલ હોલીવુડની 'સ્પાઈડર મેન'ની ફિલ્મ શુક્રવારે રિલીઝ થવાની છે. ભારતમાં પણ ચાહકોમાં આ ફિલ્મનો ભારે ક્રેઝ જોવા મળ્યો છે. આ જોતા તેની સાથે જ રિલીઝ થનાર બોલીવુડની ફિલ્મોએ પીછેહઠ કરવી પડી. પંકજ ત્રિપાઠી અને દિગ્દર્શક અમિત રાયની 'ઓહ માય ડોગ' આગામી ફિલ્મ 'ઓહ માય ડોગ' ની રિલીઝ ડેટ આગળ ધકેલવામાં આવી છે. સ્પાઈડર મેનના કારણે હિન્દી ફિલ્મે ઓહ માય ડોગની રિલીઝ ટાળવાનો નિર્માતાઓએ નિર્ણય લીધો.
બોક્સ ઓફિસ પર 'સ્પાઇડર-મેન'નો દબદબો
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ₹1925 કરોડની હોલીવુડ ફિલ્મ 'સ્પાઇડર-મેન' છે. ભારતમાં આ ફ્રેન્ચાઇઝીનો ખૂબ મોટો ચાહક વર્ગ છે, જેની એડવાન્સ બુકિંગ અને અંદાજો જોતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચવા માટે તૈયાર છે અને તેની ઓપનિંગ અંદાજે ₹50 કરોડ સુધી હોઈ શકે છે. મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં દિગ્દર્શક અમિત રાયે જણાવ્યું હતું કે: "આ એક ખૂબ જ વ્યવહારુ નિર્ણય છે. થિયેટરોમાં પહેલેથી જ ઘણી ફિલ્મો સ્ક્રીન સ્પેસ રોકી રહી છે, જેમાં મોટી ફિલ્મ 'ઓડિસી' અને ફેમિલી ઓડિયન્સ ધરાવતી 'ધમાલ 4' પણ સામેલ છે."
