બોલીવુડમાં અવારનવાર ઘણી ફિલ્મો બ્લોકબસ્ટર થતી રહે છે. શું તમે જાણો છો કે બોલીવુડની સૌથી પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ કઈ છે, જે માત્ર 2 લાખમાં બની હતી પરંત 1 કરોડની કમાણી કરી હતી. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્લોકબસ્ટર ફિલ્મો રિલીઝ થતી રહે છે. જેમ કે 1943માં રિલીઝ થયેલી ફિલ્મ 'કિસ્મત', જેને બોમ્બે ટોકીઝે બનાવી હતી. આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
ફિલ્મનું બજેટ
આ ફિલ્મ બનાવવામાં માત્ર 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, પરંતુ તેણે 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી આપી હતી. આ ફિલ્મ બોલીવુડની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે સામે આવી હતી.
કાયમ કર્યો રેકોર્ડ
આ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી પહેલી એવી ફિલ્મ હતી જેણે કરોડ ક્લબ (1 Crore Club) ની શરૂઆત કરી હતી અને બોલીવુડને પોતાની પહેલી ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ મળી હતી. જીવન અને કિસ્મત ફિલ્મે કોલકાતા (ત્યારના કલકત્તા) ના રોક્સી સિનેમા (Roxy Cinema)માં સતત 3 વર્ષ 8 મહિના (192 અઠવાડિયા) સુધી ચાલવાનો મોટો રેકોર્ડ બનાવ્યો હતો.
ફિલ્મની સ્ટારકાસ્ટ
આ ફિલ્મ પહેલાની ફિલ્મોમાં હીરો હંમેશા આદર્શવાદી અને દૂધે ધોયેલો બતાવવામાં આવતો હતો. પરંતુ આ ફિલ્મમાં મહાન અભિનેતા અશોક કુમારે એક શાતિર ચોર અને ખિસ્સાકાતરુનો મુખ્ય રોલ પ્લે કર્યો હતો, જેને જનતાએ ખૂબ પસંદ કર્યો હતો. ફિલ્મનું દેશભક્તિ ગીત દૂર હટો એ દુનિયા વાલો, હિન્દુસ્તાન હમારા હૈ આઝાદીના દીવાનાઓ માટે એક મોટો નારો બની ગયું હતું. ખૂબ જ ચાલાકીથી આ ગીતમાં જર્મની અને જાપાનના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી તે સમયનું બ્રિટિશ સેન્સર બોર્ડ આ ગીત પર પ્રતિબંધ ન લગાવી શકે.
આ પણ વાંચો- TMKOCના ટપ્પુની ક્યૂટ પત્ની યાદ છે? ચબ્બી ચીક્સવાળી ટીનાનો બદલાઈ ગયો અંદાજ!