બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન અભિનેત્રી કેટરિના કૈફ એક સમયે એકબીજાના પ્રેમમાં પાગલ હતા. અભિનેતા તેની સાથે લગ્ન કરવા માગતો પણ એવું બન્યું નહીં. હવે એવા અહેવાલો ચાલી રહ્યા છે કે, કેટરિના કૈફ ટૂંક સમયમાં માતા શકે. કેટરિના કૈફે બોલીવુડ અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે પરંતુ સલમાન ખાન 59 વર્ષની ઉંમરે પણ સિંગલ છે. સલમાન ખાન ફક્ત તેની શક્તિશાળી ફિલ્મો માટે જ નહીં પરંતુ તેના અફેર માટે પણ ચર્ચામાં રહ્યો છે.


સલમાન ખાનનો સૌથી વધુ ચર્ચિત સંબંધ ઐશ્વર્યા રાય સાથેનો રહ્યો છે જ્યારે કેટરિના કૈફ સાથેનો તેમનો સંબંધ પણ લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. કેટરિના કૈફ તેના કરિયરના શરૂઆતના તબક્કામાં સલમાન ખાન સાથેના સંબંધમાં હતી. સલમાન ખાન અને કેટરિના કૈફ વચ્ચે લાંબા સમય સુધી અફેર રહ્યું હતું પરંતુ આ સંબંધ ટક્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

આ કારણે તૂટ્યા સલમાન-કેટરિનાનો સબંધ!

કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સલમાન ખાન અને કેટરિના કૈફ વચ્ચેનું અંતર રણબીર કપૂરને કારણે હતું. એવું કહેવાય છે કે કેટરિના કૈફે સુપરસ્ટાર સલમાન ખાનને છોડીને રણબીર કપૂર સાથે સંબંધ બાંધ્યો હતો. આમ છતાં સલમાન ખાન અને કેટરિના કૈફ હજુ પણ મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખે છે અને બ્રેકઅપ પછી પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. સલમાન ખાન અને કેટરિના કૈફ વર્ષ 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ 'ભારત'ના પ્રમોશન દરમિયાન સાથે જોવા મળ્યા હતા. આ ઘટનામાં એક રમુજી ઘટના બની જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

સલમાન ખાનને એક સવાલ પૂછવામાં આવ્યો કે જો કેટરિના કૈફ અભિનેત્રી ન હોત તો શું કરેત? આ સવાલ સાંભળીને સલમાન ખાને થોડીવાર વિચાર્યું અને પછી મજાકમાં જવાબ આપ્યો કે, કેટરિનાએ લગ્ન કરવા જોઈએ અને બાળકો પેદા કરવા જોઈએ. તે સમયે કેટરિના કૈફે હસતાં હસતાં કહ્યું હતું કે, તેઓ પૂછી રહ્યા છે કે જો હું અભિનેત્રી ન હોત તો શું હું ડોક્ટર કે એન્જિનિયર હોત? તેના પર સલમાન ખાને પણ હસતાં હસતાં જવાબ આપ્યો હતો કે બાળકોનો ઉછેર કરવો અને તેમની સંભાળ રાખવી એ પણ ખૂબ મોટું અને મહત્વપૂર્ણ કામ છે. ત્યારે ફરી આ વીડિયો ચર્ચામાં આવ્યો છે કારણ કે, અભિનેત્રી છેલ્લા ઘણા સમયથી એક્ટિંગથી દૂર રહીને ઘર સંભાળી રહી છે અને એવા અહેવાલો છે કે, અભિનેત્રી હાલમાં પ્રેગનેટ છે.


  • Follow us on: