બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન ભલે 59 વર્ષની ઉંમરે કુંવારા હોય પરંતુ તેમને હંમેશા પિતા બનવાની ઈચ્છા રહી છે. હવે તેમણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. પોતાના ભૂતકાળના સંબંધો વિશે વાત કરતા સલમાને પોતાના તૂટેલા સંબંધો માટે પોતાને જવાબદાર ઠેરવ્યા છે. ભાઈજાન તેના મિત્ર આમિર ખાન સાથે કાજોલ અને ટ્વિંકલ ખન્નાના નવા ચેટ શો 'ટૂ મચ ટ્વિંકલ એન્ડ કાજોલ' માં આ વાતનો ખુલાસો કર્યો છે અને જેનો પહેલો એપિસોડ આજે એટલે કે 25 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત થવા જઈ રહ્યો છે.
સલમાન ખાને અંગત જીવનનો કર્યો મોટો ખુલાસો
'ટૂ મચ ટ્વિંકલ એન્ડ કાજોલ'માં સલમાને પોતાના અંગત જીવનના તે પાનાઓનો ખુલાસો કર્યો છે જેના વિશે ફેન્સ આજે પણ અજાણ હતા. તેમણે કહ્યું હતું કે, 'જ્યારે એક પાર્ટનર બીજા કરતા આગળ વધે છે, ત્યારે જ મતભેદો અને અસલામતી ઊભી થવા લાગે છે. બંનેએ સાથે મળીને આગળ વધવું જોઈએ, એકબીજાનો બોજ હળવો કરવો જોઈએ અને જીવનમાં એકબીજાને ટેકો આપવો જોઈએ. જ્યારે આમિર ખાને સલમાનને તેના ભૂતકાળના સંબંધો વિશે પૂછ્યું તો તેણે તેમની નિષ્ફળતા માટે પોતાને દોષી ઠેરવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો તે કામ ન કરે, તો તે કામ ન કરે. જો કોઈને દોષ આપવો હોય, તો તે હું છું.'










