બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી 2020માં સુશાંત સિંહ રાજપૂત કેસ માટે ચર્ચામાં આવી હતી જેના પરિણામે તેણીને 28 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. હવે રિયા ચક્રવર્તીએ ખુલાસો કર્યો છે કે આ કેસ પછી તેણી અને તેના પરિવારે શું સહન કર્યું. અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે સીબીઆઈ તરફથી ક્લીનચીટ મળ્યા પછી પણ તે નાખુશ હતી.


રિયા ચક્રવર્તીએ કર્યો ખુલાસો

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત કેસ અને ત્યારબાદના મુશ્કેલ સમય વિશે ખુલીને વાત કરી છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે સુશાંતના મૃત્યુ બાદ તેણીને મહિનાઓ સુધી ટીકા અને દુઃખનો સામનો કરવો પડ્યો જેના કારણે તેણીનું જીવન અને પરિવાર કાયમ માટે બદલાઈ ગયો હતો. ક્લીનચીટ મળવા છતાં મને હંમેશા ખબર હતી કે મેં કંઈ ખોટું કર્યું નથી. લોકો કહેતા હતા કે હું તેના મૃત્યુનું કારણ નથી પરંતુ જ્યારે મને ક્લીનચીટ મળી ત્યારે પણ મને ખુશી ન થઈ. હું ફક્ત એ વાતથી ખુશ હતી કે મારા માતા-પિતાને રાહત મળી પરંતુ અમે પહેલા જેવા બેફિકર લોકો નહોતા રહ્યા. તે ક્ષણે અમારા જીવનને હંમેશ માટે બદલી નાખ્યું. હવે તેમાંથી કંઈ પાછું લાવી શકાતું નથી.

 રિયા ચક્રવર્તીએ જેલમાં વિતાવેલા દિવસો યાદ કર્યા

રિયા ચક્રવર્તીએ જેલમાં વિતાવેલા 28 દિવસ વિશે વાત કરતા કહ્યું હતું કે આ અનુભવે તેમનો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી નાખ્યો. તમે તમારી પાસે જે કંઈ હતું તે બધું સમજવાનું શરૂ કરો છો ભલે તમને લાગતું હોય કે તમારી પાસે કંઈ નથી. કારણ કે ત્યાં (જેલમાં) તમને ખરેખર કંઈ મળતું નથી. તમે તમારા માતાપિતાને હળવાશથી ન લઈ શકો. જેઓ દરરોજ પૂછે છે કે તમે ખાધું છે કે નહીં. જેલમાં તમારી સંભાળ રાખવા માટે કોઈ નથી પરંતુ સૌથી વધુ મને મારા પરિવારની યાદ આવે છે.

અભિનેત્રીએ એમ પણ સમજાવ્યું હતું કે જેલનો અનુભવ વ્યક્તિને સંબંધો અને મૂલ્યો પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે છે. જેલમાં જવાથી તમે એક અલગ વ્યક્તિ બની જાઓ છો. તમે લોકો તમારા વિશે શું વિચારે છે તેની ચિંતા કરવાનું બંધ કરી દો છો કારણ કે તે વિચાર ડિપ્રેશન તરફ દોરી શકે છે. તમે ભોજનનું મહત્વ સમજવાનું શરૂ કરો છો. તે સમયે ઘરે રાંધેલા દાળ-ભાત પણ પીઝા કરતાં ઓછા સ્વાદમાં નથી અને પછી તમને ખ્યાલ આવે છે કે આ દુનિયામાં તમારા ફક્ત 3-4 સાચા મિત્રો છે, બાકીના બધા મિત્ર નથી.


  • Follow us on: