પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપના અલગ થવાના સમાચાર હજી ફેન્સ ભૂલી નથી શક્યા ત્યાં એક પ્રખ્યાત કપલે અલગ થવાની જાહેરાત કરી છે. પંડ્યા સ્ટોર ફેમ અભિનેત્રી પલ્લવી રાવે તેના પતિથી અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. પલ્લવી 22 વર્ષના લગ્નજીવન બાદ તેના પતિ સૂરજ રાવથી અલગ થઈ રહી છે. આ કપલે પુષ્ટિ કરી છે કે તેઓ છેલ્લા બે અઠવાડિયાથી અલગ રહી રહ્યા છે.
પલ્લવી રાવે અલગ થવાની કરી જાહેરાત
પલ્લવી રાવે એક ઈન્ટરવ્યુમાં પતિ સૂરજ રાવથી અલગ થવાની પુષ્ટિ કરી છે. પોતાના અંગત જીવન વિશે ખુલાસો કરતા હતું કે, સૂરજ અને મારા બે બાળકો છે. કેટલાક સમયથી મારી અને સૂરજ વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નહોતું. તેથી હવે અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. મને ખબર છે કે આ મારા માટે મુશ્કેલ નિર્ણય હતો કારણ કે અમારી પાસે 21 વર્ષની પુત્રી અને 18 વર્ષનો પુત્ર છે. પરંતુ ક્યારેક પરસ્પર સંમતિથી અલગ થવું અને શાંતિપૂર્ણ જીવન જીવવું વધુ સારું છે. હું સૂરજનો આદર કરું છું. મને આશા છે કે તે હંમેશા સારો રહે. અમને થોડા વર્ષોથી સુસંગતતાની સમસ્યાઓ હતી તેથી અમે આખરે આ નિર્ણય લીધો.'
જાણો પલ્લવી અને સૂરજનું વર્ક ફ્રન્ટ
પલ્લવી રાવના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, છેલ્લા 2 દાયકાથી ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. પ્રખ્યાત ટીવી શો પંડ્યા સ્ટોર સિવાય દિયા ઔર બાતી હમ, કુલ્ફી કુમાર બાજેવાલા, પુનર વિવાહ: એક નયી ઉમેદ, શુભારંભ, મેરી આશિકી તુમ્હી સે, કયામત સે કયામત તક અને મૈં એ આંગ કિઆં જેવા શોમાં જોવા મળી છે. સૂરજ વિશે વાત કરીએ તો, તેમણે ઘણી ટીવી સિરિયલોનું દિગ્દર્શન કર્યું છે. તેમણે ઘણા મોટા પ્રોડક્શન હાઉસ સાથે સહયોગ કર્યો છે. તેમણે વર્ષોથી ઘણા ટીવી શોનું નિર્માણ કર્યું છે.