બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર હાલમાં પોતાની ફિલ્મ જોલી એલએલબી 3 માટે સમાચારમાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રભાવશાળી કલેક્શન કરી રહી છે. અક્ષય સાથે અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ રિલીઝ થયા બાદ અક્ષય કપિલ શર્માના શોમાં દેખાયો હતો. આ ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોનો છેલ્લો એપિસોડ હતો. કપિલ શર્માના શોની ત્રીજી સીઝન પૂર્ણ થઈ ગઈ છે અને અક્ષય અંતિમ એપિસોડમાં દેખાયો હતો. શોમાં આવેલા અક્ષય કુમારે પોતાની ફિલ્મ અને અંગત જીવનને લઈ અનેક ખુલાસા કર્યા હતા.


અક્ષય કુમારે રમુજી કિસ્સો શેર કર્યો

અક્ષય કુમારે પોતાની કારકિર્દી વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અનેક સ્ટંટમેન પણ તેમને મળવા આવ્યા હતા. નવજોત સિંહ સિદ્ધુ અને અર્ચના પૂરણ સિંહ સાથે વાત કરતી વખતે અક્ષયે સેટ પરથી વારંવાર ગાયબ થવા વિશે એક રમુજી કિસ્સો શેર કર્યો હતો જે સાંભળતા જ તમામ લોકો હસી પડ્યા હતા.

અક્ષય કુમાર સેટ પરથી કેમ ગાયબ થઈ જતો?

અક્ષયે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે ફિલ્મ મુઝસે શાદી કરોગીનું શૂટિંગ કરી રહ્યો હત, ત્યારે તેને એક લગ્નમાં પરફોર્મ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે પરફોર્મન્સ માટે તેને 20 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. અક્ષયે કહ્યું હતું કે, 'અમે ફિલ્મ સિટીમાં શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ દરમિયાન મને એક શો માટે ઓફર મળી હતી. તેઓ મને 20 લાખ રૂપિયા ઓફર કરી રહ્યા હતા. અમે ફરાહ ખાન સાથે શૂટિંગ કરી રહ્યા હતા. જો મેં તેને શોમાં જવાનું કહ્યું હોત તો તે ના પાડી દેત.'

ખિલાડી કુમારે કર્યા ખુલાસા

ખિલાડી કુમારે વધુમાં જણાવ્યું હતું કે, બસ ત્યારે જ મેં સલમાનને આવતો જોયો. સલમાન આવતાની સાથે જ મેં ફરાહને સલમાનનો શોર્ટ્સ લેવા કહ્યું. હું થોડો થાકી ગયો હતો. મારી તબિયત સારી નહોતી. તેણે મને આરામ કરવા માટે વેનિટી વાનમાં મોકલી દીધો હતો. ત્યાર બાદ સુરક્ષા ગાર્ડ સાથે હું બાઇક પર બેસીને એરપોર્ટ તરફ ગયો. મેં ત્યાં એક ઝડપી શો કર્યો મારો ચેક લીધો અને શૂટિંગ પર પાછો ફર્યો હતો. કપિલના શોમાં અક્ષયે આખી કાસ્ટ સાથે ખૂબ મજા કરી હતી. અક્ષય જે પણ શોમાં હાજરી આપે છે તે હંમેશા મજેદાર હોય છે.


  • Follow us on: