આજે પણ જ્યારે TV પર બોર્ડર ફિલ્મ આવતી હોય તો રિમોટનું બટન ત્યાં જ અટકી જગ્યા છે . ત્યારે મલ્ટી-સ્ટારર ફિલ્મ Border 2ની પહેલી ઝલકની રાહ પૂરી થઈ ગઈ છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. દેશભક્તિના ઉત્સાહ અને એક્શનથી ભરપૂર, આ ટીઝરમાં આખી કાસ્ટ જોવા મળી રહી છે. સની દેઓલનો જબરદસ્ત તાકાત દરેક ભારતીયની અંદર દેશભક્તિને બહાર લાવે છે. સની ઉપરાંત, દિલજીત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.


Border 2ના ટીઝરમાં સની ચમકી રહી છે.

ટીઝરની શરૂઆત સની દેઓલના એક શક્તિશાળી સંવાદથી થાય છે. તે દુશ્મનોને ચેતવણી આપતા કહે છે, "તમે જ્યાં પણ પ્રવેશવાનો પ્રયાસ કરશો, આકાશમાંથી, જમીનમાંથી, સમુદ્રમાંથી, તમને એક ભારતીય સૈનિક તમારી સામે ઊભો જોવા મળશે. તે તમારી આંખોમાં જોશે અને છાતી ધડકાવતા કહેશે, 'જો તમારામાં હિંમત હોય તો આવો, આ ભારત છે.'"

બીજો સીન

બીજો એક સીનમાં, સની વિસ્ફોટો વચ્ચે તેના બહાદુર સૈનિકોને પૂછે છે, "અવાજ ક્યાં સુધી પહોંચવો જોઈએ?" જવાબ છે, "લાહોર સુધી." ટીઝર વિડીયો સનીના આક્રમકતા અને ભારત માતા પ્રત્યેના પ્રેમને ખૂબ જ સરસ રીતે દર્શાવે છે. ફિલ્મનો શક્તિશાળી બેકગ્રાઉન્ડ સ્કોર તેને ફિલ્મને વધુ મજબૂત બનાવે છે, ફેન્સની લાગણીઓને ન્યાય મળશે તેવું લાગી રહ્યું છે. ફેન્સ સનીને ફરી એકવાર ફિલ્મમાં જોઈને ખૂબ જ ખુશ છે. ટીઝર રિલીઝ થતાંની સાથે જ વાયરલ થઈ ગયું. આ ફિલ્મ આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મમાં બીજા કલાકારો

ફિલ્મ રિલીઝ તારીખ 23 જાન્યુઆરી, 2026 નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ જેપી દત્તા અને ભૂષણ કુમાર કરી રહ્યા છે અને દિગ્દર્શન અનુરાગ સિંહ કરી રહ્યા છે. ફિલ્મમાં સોનમ બાજવા, મોના સિંહ, મેધા રાણા, પરમવીર ચીમા, ગુનીત સંધુ અને અંગદ સિંહ પણ જોવા મળશે. આ ફિલ્મ સુનીલ શેટ્ટીના પુત્ર અહાન માટે એક મહત્વનો પ્રોજક્ટ માનવામાં આવે છે. તેની ફિલ્મી કારકિર્દી અત્યાર સુધી સારી રહી નથી. આશા છે કે, બોર્ડર 2 તેના માટે ચમતકાર સાબીત થઇ શકે છે. ટીઝરમાં અહાન પણ યુદ્ધના દ્રશ્યમાં લોહીથી લથપથ જોવા મળે છે. દિલજીત અને વરુણે પણ ફિલ્મમાં ખૂબ જ ધમાકેદાર લાગી રહ્યા છે. ટીઝરમાં તેમનો દેખાવ દમદાર છે.


 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત

યુદ્ધ એક્શન ફિલ્મ બોર્ડરનો પહેલો ભાગ 1991માં રિલીઝ થયો હતો. તેનું દિગ્દર્શન જેપી દત્તાએ કર્યું હતું. આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હતી. તે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. સની મેજર કુલદીપ સિંહ ચાંદપુરીની ભૂમિકામાં હિટ રહી હતી. બીજા ભાગમાં ફક્ત અગાઉના કલાકારોમાંથી સની જ છે. ગદર ૨ની સફળતા પછી, સનીએ જોરદાર વાપસી કરી અને નિર્માતાઓની પહેલી પસંદગી બની. 

આ પણ વાંચો : Flashback 2025: વર્ષ 2025માં યામી ગૌતમ, રશમિકા મંદાનાથી લઈને રણવીરસિંહના દમદાર અભિનયના લોકો ફેન થયા



  • Follow us on: