બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલની દેશભક્તિ આધારિત ફિલ્મ ‘બોર્ડર 2’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. 23 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં જ કરોડોની કમાણી કરીને સાબિત કરી દીધું છે કે દર્શકોમાં દેશભક્તિ ફિલ્મો માટે આજે પણ ભારે ઉત્સાહ છે.
₹200 કરોડના જંગી બજેટ
‘બોર્ડર 2’ લગભગ ₹200 કરોડના જંગી બજેટમાં બની છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ સિંહે કર્યું છે, જ્યારે નિર્માતા તરીકે જેપી દત્તા, નિધિ દત્તા અને ભૂષણ કુમાર જોડાયેલા છે. ફિલ્મમાં સની દેઓલ સાથે વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત અન્યા સિંહ, મેધા રાણા અને મોના સિંહ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે.
Also Read
"Border 2" એ સોમવારે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો, ₹63 કરોડથી વધુ કમાણી
Border-2 Screening In Mumbai : પિતા ધર્મેન્દ્રના નિધન બાદ પહેલીવાર એકસાથે જોવા મળ્યા સની, એશા-આહના દેઓલ, વિખવાદની અફવા પર પૂર્ણવિરામ
Border 2નો બોક્સ ઓફિસ પર દબદબો! માત્ર 3 જ દિવસમાં 100 કરોડ પાર, રવિવારે કમાણીમાં 28%નો તોતિંગ ઉછાળો!
ફિલ્મ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો છે.
પ્રથમ દિવસ (23 જાન્યુઆરી): ₹30 કરોડ
બીજો દિવસ (24 જાન્યુઆરી): ₹36.5 કરોડ
ત્રીજો દિવસ (રવિવાર): ₹54.5 કરોડ
ચોથો દિવસ (26 જાન્યુઆરી): ₹59 કરોડ
આ રીતે, માત્ર ચાર દિવસમાં ફિલ્મની કુલ કમાણી ₹177 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે ખૂબ જ શાનદાર ગણાય.
નિષ્ણાતોથી સમજો ગણતરી
પરંતુ સવાલ એ છે કે ફિલ્મને હિટ, સુપરહિટ કે બ્લોકબસ્ટર જાહેર કરવા માટે કેટલા કરોડ કમાવા પડશે? આ અંગે નિષ્ણાતોએ સંપૂર્ણ બોક્સ ઓફિસ ગણિત સમજાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, ફિલ્મને હિટ બનવા માટે ભારતમાં ઓછામાં ઓછા ₹300 કરોડની કમાણી કરવી પડશે. સુપરહિટનો દરજ્જો મેળવવા માટે ફિલ્મે ₹400 કરોડ પાર કરવા પડશે. બ્લોકબસ્ટર ગણાવવા માટે કમાણી ₹450 કરોડ હોવી જરૂરી છે અને જો ફિલ્મ ₹500 કરોડથી વધુ કમાણી કરે, તો તે ઓલ-ટાઈમ બ્લોકબસ્ટર બની શકે છે. હાલની ગતિ જોતા એવું લાગી રહ્યું છે કે ‘બોર્ડર 2’ આ તમામ માઈલસ્ટોન સરળતાથી પાર કરી શકે છે. ખાસ કરીને 26 જાન્યુઆરીએ થયેલી જબરદસ્ત કમાણી દર્શાવે છે કે દેશભક્તિ થીમ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે
આ પણ વાંચો : "Border 2" એ સોમવારે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો, ₹63 કરોડથી વધુ કમાણી










