ભારતના દર્શકોને અત્યારે મનોરંજનનો ભરપૂર ડોઝ મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર રણવીર સિંહ અને અક્ષયખન્નાની ફિલ્મ "ધુરંધર" તોફાન મચાવી રહી છે. આ ફિલ્મે રિલીઝ થયાના 15 દિવસની અંદર કમાણીમાં 800 કરોડનો આંકડો વટાવી દીધો છે. દરમિયાન ગત સપ્તાહે હોલીવુડની સૌથી પોપ્યુલર ફિલ્મ 'અવતાર'ની સિકવલ ફિલ્મ "અવતાર 3" થિયેટરમાં આવી. "અવતાર: ફાયર એન્ડ એશિઝ" એટલે કે "અવતાર 3" શુક્રવાર 19 દિવસના રોજ રિલીઝ થઈ. આ ફિલ્મને લઈને ભારતના લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. ત્યારે બોક્સ ઓફિસ પર હવે "ધુરંધર" કે "અવતાર 3" કોનો જલવો કાયમ રહેશે તે જોવાનું રહેશે.
હોલીવુડ અને બોલીવુડ વચ્ચે જંગ
"અવતાર 3" રિલીઝ થતા બોક્સ ઓફિસ પર અત્યારે હોલીવુડની ફિલ્મ અને બોલીવુડની વચ્ચે જોરદાર જંગ જામી છે. "અવતાર 3"ને લઈને એવું મનાતું હતું કે તે રિલીઝ થતાંની સાથે જ ધૂમ મચાવશે. આ ફિલ્મ ભારતીય ફિલ્મો માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બનાવશે. અત્યારે "ધુરંધર" ની આંધી છે અને આ તોફાનને "અવતાર 3" જ રોકી શકે તેવું ફિલ્મ પંડિતોનું માનવું હતું. પરંતુ "અવતાર 3"ના શરૂઆતના રિવ્યૂ મિશ્ર જોવા મળી રહ્યા છે. "અવતાર 3" ને ભારતીય થિયેટરોમાં અપેક્ષા મુજબ ધમાકેદાર ઓપનિંગ નથી મળ્યું. તેમ છતાં, તેને સપ્તાહના અંતે સારો દર્શકો મળ્યો. આ ફિલ્મ ધીમે ધીમે આગળ વધી રહી છે. શક્ય છે કે આગામી સમયમાં ભારતમાં "અવતાર 3" વર્ષની સૌથી મોટી હોલીવુડ ફિલ્મ બની શકે.













