શનિવારે બોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ થયો. એક તરફ ઇમરાન હાશમીની ફિલ્મ આવારાપન 2 છવાયેલી છે. ફિલ્મ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. બીજી તરફ સની દેઓલની ફિલ્મ બંટવારા 1947 પણ સારી કમાણી કરી રહી છે. સાઉથ સ્ટાર સૂર્યાની ફિલ્મ વિશ્વનાથ એન્ડ સન્સ પણ ધમાકેદાર કલેક્શન કરી રહી છે. ચાલો જાણીએ કે શનિવારે કઈ ફિલ્મે બોક્સ ઓફિસ પર બાજી મારી અને કઈ ફિલ્મ પાછળ રહી ગઈ.

આવારાપન 2નો બોક્સ ઓફિસ પર ધમાકો

આવારાપન 2 શનિવારે નંબર 1 પર રહી છે. સેકનિલ્કના જણાવ્યા અનુસાર, આવારાપન 2એ બીજા દિવસે એટલે કે શનિવારે 40.50 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું. ફિલ્મે 33.75 કરોડનું નેટ કલેક્શન કર્યું. ફિલ્મને 10,496 શો મળ્યા અને 55 ટકા ઓક્યુપન્સી નોંધાઈ. ફિલ્મે પહેલા દિવસે 22 કરોડનું કલેક્શન કર્યું હતું. પહેલા દિવસે ફિલ્મને 9,033 શો મળ્યા હતા અને 45 ટકા ઓક્યુપન્સી નોંધાઈ હતી. ફિલ્મે 2 દિવસમાં 55.75 કરોડની કમાણી કરી છે.

ફેન્સ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે...

ફિલ્મનું દિગ્દર્શન નિતિન કક્કરે કર્યું છે. ફિલ્મનું નિર્માણ વિશેષ ભટ્ટે કર્યું છે. આ ફિલ્મમાં ઇમરાન હાશમીની સામે દિશા પટણી જોવા મળી રહી છે. શબાના આઝમી અને પુરણ ગબ્બી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. ફિલ્મને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. માત્ર 2 દિવસમાં જ ફિલ્મે ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ ઇમરાન હાશમીના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.

બંટવારા 1947નું કલેક્શ

ફિલ્મે શનિવારે બોક્સ ઓફિસ પર 13.50 કરોડનું કલેક્શન કર્યું. બીજા દિવસે ફિલ્મને 8,071 શો મળ્યા. ફિલ્મની ઓક્યુપન્સી 34 ટકા રહી. ફિલ્મે પહેલા દિવસે 5.75 કરોડની કમાણી કરી હતી. પહેલા દિવસે ફિલ્મને 8,721 શો મળ્યા હતા અને 15 ટકા ઓક્યુપન્સી નોંધાઈ હતી. 2 દિવસમાં સની દેઓલની ફિલ્મે 19.25 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મની કમાણીમાં બીજા દિવસે 134.8 ટકાનો વધારો જોવા મળ્યો. ફિલ્મે 2 દિવસમાં ગ્રોસ 22.91 કરોડની કમાણી કરી છે. ઓવરસીઝ માર્કેટમાં કમાણીની વાત કરીએ તો બીજા દિવસે ફિલ્મે 2 કરોડની કમાણી કરી. 2 દિવસમાં ફિલ્મે કુલ 3.50 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મે દુનિયાભરમાં 26.41 કરોડનો બિઝનેસ કર્યો છે.

આવારાપન 2થી સની દેઓલની ફિલ્મ પાછળ 

આ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે. આમિર ખાન ફિલ્મના નિર્માતા છે. ફિલ્મમાં સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી અને કરણ દેઓલ જેવા કલાકારો જોવા મળ્યા છે. પહેલા ફિલ્મનું નામ લાહોર 1947 રાખવામાં આવ્યું હતું. જોકે, બાદમાં ફિલ્મનું નામ બદલીને 'બંટવારા 1947' કરવામાં આવ્યું. ફિલ્મને સારા રિવ્યૂ પણ મળ્યા છે. જોકે, કમાણીની બાબતમાં ફિલ્મ આવારાપન 2થી પાછળ રહી છે. હવે જોવાનું રહેશે કે બંને ફિલ્મોમાંથી કઈ ફિલ્મ બાજી મારે છે.

વિશ્વનાથ એન્ડ સન્સ

ફિલ્મે બીજા દિવસે 22.25 કરોડની કમાણી કરી. ફિલ્મને 5,157 શો મળ્યા. ફિલ્મની ઓક્યુપન્સી 59 ટકા રહી. ફિલ્મે તમિલમાં 13.75 કરોડની કમાણી કરી. જ્યારે તેલુગુમાં ફિલ્મે 8.50 કરોડનો બિઝનેસ કર્યો. ફિલ્મે પહેલા દિવસે 15.35 કરોડનો બિઝનેસ કર્યો હતો. પહેલા દિવસે ફિલ્મને 5,034 શો મળ્યા હતા. ફિલ્મે કુલ 37.60 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. જ્યારે 43.47 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. ફિલ્મે દુનિયાભરમાં કુલ 76.47 કરોડનું કલેક્શન કર્યું છે. ઓવરસીઝ માર્કેટમાં ફિલ્મે 33 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મનું દિગ્દર્શન વેંકી અટલુરીએ કર્યું છે. ફિલ્મમાં સૂર્યા મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે મામિથા બૈજુ, રવિના ટંડન, રાધિકા અને યોગી બાબુ જેવા કલાકારો જોવા મળ્યા છે. ફિલ્મને સારા રિવ્યૂ મળ્યા છે. ફિલ્મની વાર્તા ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

ધ એન્ડ ઓફ ઓક સ્ટ્રીટ

આ ફિલ્મે શનિવારે 1.25 કરોડનું કલેક્શન કર્યું. જ્યારે ફિલ્મે પહેલા દિવસે 75 લાખની કમાણી કરી હતી. ફિલ્મે ભારતમાં 3.17 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. જ્યારે ફિલ્મે 2.65 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. ફિલ્મ સાય-ફાઈ પ્રકારની છે. ફિલ્મનું દિગ્દર્શન ડેવિડ રોબર્ટ મિશેલે કર્યું છે. ફિલ્મમાં એની હેથવે અને ઇવાન મેકગ્રેગોર જેવા કલાકારો જોવા મળે છે.

Magudam

ફિલ્મના તમિલ વર્ઝને શનિવારે 57 લાખની કમાણી કરી. જ્યારે શુક્રવારે ફિલ્મે 40 લાખની કમાણી કરી હતી. તેલુગુ વર્ઝને શુક્રવારે 20 લાખની કમાણી કરી હતી અને શનિવારે ફિલ્મે 13 લાખની કમાણી કરી. આ ફિલ્મની ઘણી ચર્ચા થઈ રહી છે. જોકે, કમાણીની બાબતમાં ફિલ્મ પાછળ રહી રહી છે.

Agadha

ફિલ્મે શનિવારે 38 લાખની કમાણી કરી અને શુક્રવારે 23 લાખની કમાણી કરી હતી. ફિલ્મે કુલ 69 લાખનું ગ્રોસ અને 61 લાખનું નેટ કલેક્શન કર્યું છે.

આ પણ વાંચો-Bollywood Actress : મેલબોર્નની ધરતી પર રાની મુખર્જીનો ડંકો, ડોક્ટરેટની ડિગ્રી મળતા જ છલકાયા એક્ટ્રેસના આંસુ!