આજના સમયમાં OTT મનોરંજનનું એક મોટું માધ્યમ બની ગયું છે. અહીં નવી ફિલ્મો અને સીરિઝ તો રિલીઝ થાય જ છે, સાથે જ થિયેટરોમાં દર્શાવ્યા બાદ પણ ઘણી ફિલ્મોને OTT પર લાવવામાં આવે છે. જે ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહે છે તેના માટે તો કમાણીની વધારાની તક ઊભી થાય છે, પરંતુ જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ જાય છે તેના માટે OTT એક નવું જીવન મળવા સમાન સાબિત થાય છે.

OTT પર ચમકી ફ્લોપ ફિલ્મનું નસીબ

એક આવી જ ફિલ્મનું નસીબ OTT પર આવતા જ ચમકી ગયું છે, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ તમિલ ફિલ્મ સિગ્મા (Sigma) છે, જેને થલાપતિ વિજયના પુત્ર જેસન સંજય દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ તેનું ડિરેક્ટોરિયલ ડેબ્યૂ પણ છે, જેમાં સંદીપ કિશન અને ફારિયા અબ્દુલ્લા મુખ્ય ભૂમિકામાં છે.

https://www.instagram.com/reel/De6qFYwhG1O/?utm_source=ig_web_copy_link&psln=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર, OTT પર હિટ

2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, જોકે સંદીપના અભિનયના વખાણ થયા હતા. છતાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ડિઝાસ્ટર સાબિત થઈ હતી. આશરે 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાંથી માંડ 13 કરોડની કમાણી કરી હતી.

https://www.instagram.com/p/DfG76T-TXZq/?utm_source=ig_web_copy_link&cplk=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

હવે OTT પર આ ફિલ્મ તમિલ ઉપરાંત તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમાં સંદીપ કિશન, ફારિયા અબ્દુલ્લા, સંપત રાજ, રાજુ સુંદરમ અને શિવ પંડિતે અભિનય કર્યો છે.

થલાપતિ વિજયના પુત્રનું ડિરેક્ટોરિયલ ડેબ્યૂ

આ ફિલ્મ જેસન સંજયનું ડિરેક્ટોરિયલ ડેબ્યૂ છે. તેની સ્ટોરી એક રેડિયો હોસ્ટની છે, જે પોતાના પિતાના માથે ચડેલા ભારે દેવાના બોજ નીચે દબાયેલો છે. દેવું ચૂકવવા અને પરિવારના ઘરને બચાવવા માટે ઝડપથી પૈસા કમાવાની લાલચમાં તે ગેરકાયદે કેસિનોની ખતરનાક અને અંડરગ્રાઉન્ડ દુનિયામાં ધકેલાઈ જાય છે.

આ પણ વાંચો-TV Serial : 1 મહિનાની અંદર જ સીરિયલ સયોની થશે બંધ? રશ્મિ દેસાઈનું ટીવી કમબેક રહ્યું ફ્લોપ!