બોલીવુડ સહિત ઉદ્યોગોમાં સંજય કપૂરનું મૃત્યું કેવી રીતે થયું એ અંગે સમાચાર હજી પણ ચાલી રહ્યા છે. 12 જૂને કરિશ્માના પૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકથી નિધન થયું હતું અને તેમના મૃત્યુંના 7 દિવસ બાદ અંતિમ સંસ્કાર થયા હતા. સંજય કપૂરે માત્ર 53 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમના મૃત્યુનું કારણ પોલો રમતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હવે સંજયના મૃત્યુના ઘણા દિવસો બાદ તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે જમીન પર પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

સંજય કપૂરનો જીવ બચાવતો વીડિયો આવ્યો સામે

એક પ્રખ્યાત ઉદ્યોગપતિ તરીકે પોતાનું નામ બનાવનાર સંજય કપૂર મૃત્યુ સમયે લંડનમાં હતા. તેમના મૃત્યુનું સાચું કારણ એક નાની મધમાખી હતી હકીકતમાં તેમણે પોલો રમતી વખતે એક મધમાખીએ તેમના ગળમાં ડંખ માર્યો હોવાનું કહેવાય છે. હાલમાં જ સંજયના એક મિત્રએ તે દિવસનો એક અદ્રશ્ય વીડિયો શેર કર્યો છે જેમાં ડોક્ટરો તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

https://twitter.com/AjitNandal/status/1933922130703601976

સંજય કપૂરનો છેલ્લો વીડિયો

સંજયના મૃત્યુને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. તેમના મિત્ર અજિત નંદલે તેના સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. હકીકતમાં આ પોસ્ટ 14 જૂનની છે અને જેમાં લખવામાં આવ્યું છે કે, આ સંજય કપૂરનો છેલ્લો બચાવ વીડિયો છે.સજ્જન જેસલ અને સંજય ટીમ સુજાન વચ્ચે મેચ થઈ હતી. જોકે, અજિત દ્વારા શેર કરાયેલ આ વીડિયો દૂરથી બનાવવામાં આવ્યો છે જેમાં જમીન પર પડેલા વ્યક્તિનો ચહેરો દેખાતો નથી.

વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિને બચાવવા માટે CPR આપવામાં આવી રહ્યું છે. જોકે, વીડિયોમાં ક્યાંય પણ પુષ્ટિ થઈ નથી કે જમીન પર પડેલો વ્યક્તિ સંજય કપૂર છે પરંતુ આ વીડિયો મોટા મેદાનનો છે. 12 જૂને તેમના મૃત્યુ બાદ 19 જૂને દિલ્હીમાં સંજયના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન કરિશ્મા કપૂર પણ તેના બે બાળકો સાથે તેમના અંતિમ સંસ્કારમાં પહોંચી હતી જ્યાં તે ખૂબ જ ભાવુક દેખાઈ રહી હતી.