અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂર હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમનું 12 જૂનના રોજ યુકેમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. સંજય કપૂરને પોલો રમવાનો ખૂબ શોખ હતો. પોલો રમતી વખતે તેમનું અવસાન થયું હતું. હવે સુજાન ઈન્ડિયન ટાઈગર્સ પોલો ટીમે તેમને શ્રદ્ધાંજલિ આપી છે અને તેમની છેલ્લી તસવીર શેર કરી છે.
સંજય કપૂરને શ્રદ્ધાંજલિ
તેમણે સંજય કપૂરનો છેલ્લો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તેઓ હસતા જોવા મળે છે. ફોટામાં તેમણે ટીમની જર્સી પહેરી છે. આ ફોટામાં તેઓ તેમના મિત્ર સાથે પોઝ આપતા જોવા મળે છે. ફોટો પોસ્ટ કરતી વખતે તેમણે લખ્યું હતું કે, 'આજે આપણે આપણા પ્રિય મિત્ર સંજય કપૂરની યાદમાં કાર્ટિયર ટ્રોફીની ફાઈનલ મેચ રમી રહ્યા છીએ જેમનું થોડા દિવસ પહેલા મેદાનમાં મૃત્યુ થયું હતું. અમારા કેપ્ટન જેસલ સિંહ તેમની ટીમ સાથે તેમના જૂના મિત્ર સંજયના માનમાં એક મિનિટનું મૌન પાળશે.'
https://www.instagram.com/p/DK6k4V0pRgV/
સંજય કપૂરનો છેલ્લો ફોટો આવ્યો સામે
તેમણે આગળ લખ્યું હતું કે, 'સંજય અને જૈસલનો આ ફોટો થોડા દિવસ પહેલા સેમિફાઈનલ રમતા પહેલા લેવામાં આવ્યો હતો. સંજય, અમે તમને ખૂબ યાદ કરીશું.' સંજય કપૂરનું ઈંગ્લેન્ડમાં કાર્ટિયર ટ્રોફીના સેમિફાઈનલ પોલો મેચ દરમિયાન મૃત્યુ થયું હતું. સંજય કપૂર ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા. તેઓ સોના કોમસ્ટારના ચેરમેન હતા. ફોર્બ્સ અનુસાર, સંજય કપૂરની કુલ સંપત્તિ 10300 કરોડ રૂપિયા છે.
સંજય કપૂર અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ છે. સંજય કપૂર અને કરિશ્માના લગ્ન 2003માં થયા હતા. આ લગ્નથી તેમને બે બાળકો છે પુત્રી સમાયરા અને પુત્ર કિયાન.