મોડેલ અને અભિનેત્રી શેફાલી જરીવાલાએ 42 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. કાંટા લગા ગર્લના અચાનક મૃત્યુથી દરેકને આઘાત લાગ્યો છે. ફેન્સ અને ઘણા સેલેબ્સ પોસ્ટ કરીને અભિનેત્રીના આઘાતજનક મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે. શેફાલીનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. ત્યારે હવે જાણી લો કે અભિનેત્રી જતાં-જતાં કેટલી સંપત્તી છોડીને ગઈ છે.

શેફાલી જરીવાલા આ શોમાં જોવા મળી

શેફાલી જરીવાલા 2002માં રિલીઝ થયેલા મ્યુઝિક આલ્બમ કાંટા લગાથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. ત્યાર બાદ તે કાંટા ગાલા ગર્લ તરીકે પ્રખ્યાત બની હતી. શેફાલી જરીવાલા ફિલ્મો અને ટીવી રિયાલિટી શોમાં જોવા મળી હતી. તે ટીવી શો બૂગી-વૂગી, નચ બલિયે 5, નચ બલિયે 7માં જોવા મળી હતી. ત્યાર બાદ તે સલમાન ખાનના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસની 17મી સીઝનમાં જોવા મળી અને આ શોથી તેણીને ઘણી લોકપ્રિયતા મળી હતી.

શેફાલી જરીવાલાની કુલ સંપત્તિ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શેફાલી જરીવાલાની કુલ સંપત્તિ લગભગ 1 મિલિયન ડોલર છે જે ભારતીય રૂપિયામાં લગભગ 7.5 કરોડ રૂપિયા થાય છે. જોકે, આ આંકડા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.

શેફાલી જરીવાલાએ કેવી રીતે ભેગી કરી સંપત્તિ?

શેફાલી જરીવાલા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ઈન્સ્ટાગ્રામ પ્રમોશન, રિયાલિટી શો, ઈવેન્ટમાં હાજરી અને બિઝનેસ રોકાણોમાંથી ઘણી કમાણી કરતી હતી. રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી હાલમાં એક શો માટે લાખો રૂપિયા ચાર્જ કરતી હતી. શેફાલી જરીવાલા 35થી 40 મિનિટના પર્ફોર્મન્સ માટે 10 લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયા સુધી ચાર્જ કરતી હતી.

શેફાલી જરીવાલાના મૃત્યુ કેવી રીતે થયું?

શેફાલી જરીવાલાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. તેમના પતિ પરાગ ત્યાગી અને અન્ય ત્રણ લોકો તેમને મુંબઈની બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અભિનેત્રી 42 વર્ષની હતી.