અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 12 જૂને અવસાન થયું હતું. પોલો રમતી વખતે સંજય કપૂરને હાર્ટ એટેકથી નિધન થયું હતું અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સંજય અને કરિશ્માએ સપ્ટેમ્બર 2003માં લગ્ન કર્યા હતા. આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. કરિશ્મા અને સંજયના 2016માં છૂટાછેડા થઈ ગયા હતા.

કરિશ્માએ બીજા લગ્ન કર્યા નહીં

સંજય કપૂર સાથે છૂટાછેડા બાદ કરિશ્મા કપૂરને તેના પતિ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. બંનેના છૂટાછેડાની ખૂબ ચર્ચા થઈ હતી. કરિશ્માથી અલગ થયા બાદ સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા અને પોતાના જીવનમાં આગળ વધ્યા. જોકે જોકે, કરિશ્માએ બીજા લગ્ન કર્યા નહીં. કરિશ્માને સંજયથી બે બાળકો છે પુત્રી સમાયરા અને પુત્ર કિયાન.

કરિશ્મા એક અદ્ભુત માતા: રણધીર કપૂર

કરિશ્માએ બંને બાળકોને ઉછેરવામાં પોતાનો સમય પસાર કર્યો હતો. ત્યારે ઘણા લોકો હજી પણ જાણવા માગે છે કે, કરિશ્માએ બીજા લગ્ન શા માટે ન કર્યા. 2017માં એક ઈન્ટરવ્યુમાં કરિશ્મા કપૂરના પિતા અને અભિનેતા રણધીર કપૂરે કરિશ્માના બીજા લગ્ન વિશે વાત કરી હતી. રણધીરે કરિશ્માને એક અદ્ભુત માતા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, 'કરિશ્મા એક અદ્ભુત માતા છે જે પોતાના બાળકોની સંભાળ રાખે છે. અને તે હમણાં ફરીથી લગ્ન કરવા માંગતી નથી.'

કરિશ્મા કપૂરે ફરીથી લગ્ન કેમ ન કર્યા?

રણધીરે કરિશ્માના બીજા લગ્ન વિશે કહ્યું હતું કે, 'મને લાગે છે કે કરિશ્મા સારી રીતે સેટલ અને ખુશ છે. મેં તેની સાથે લગ્નના વિષય પર ક્યારેય ચર્ચા કરી નથી પરંતુ જો તે આવું કરવાની યોજના ધરાવે છે તો તેને હંમેશા મારા આશીર્વાદ મળશે. મને નથી લાગતું કે તે ફરીથી લગ્ન કરવા માંગે છે. તે એક ખુશ માતા છે પણ જો તે ઈચ્છે તો તે ગમે ત્યારે ફરીથી લગ્ન કરી શકે છે. પરંતુ અત્યારે તે લગ્ન કરવા માંગતી નથી. તે જેવી છે તેવી જ રીતે ખુશ છે.'