રજનીકાંતની ફિલ્મ કુલીનું હવે પદર્શન થોડું ધીમું પડ્યું છે. સપ્તાહના અંતે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં લગભગ 70%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ફિલ્મની કમાણીમાં પણ વિશ્વભરમાં વધારો થયો છે જેના કારણે કુલીએ 10મા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું અને બે મોટી ફિલ્મોના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધું હતું. રજનીકાંતે પહેલા સલમાન ખાનની ફિલ્મને પાછળ છોડી ત્યાર બાદ શાહરૂખ ખાનની ફિલ્મનો પણ રેકોર્ડ તોડ્યો છે.
'કુલી'એ શાહરૂખ ખાનની ડંકીનો તોડ્યો રેકોર્ડ
'કુલી'એ શનિવારે ઘરેલુ બોક્સ ઓફિસ પર જોરદાર ઉછાળો નોંધાવ્યો અને એક જ દિવસમાં 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે પાછલા દિવસે આ આંકડો 5.85 કરોડ રૂપિયા હતો. ફિલ્મનું 10 દિવસનું ઘરેલું કલેક્શન 245 કરોડ રૂપિયાનું નેટ (291 કરોડ રૂપિયા) થઈ ગયું છે. તે જ સમયે, ફિલ્મે વિદેશમાં તમિલ સિનેમાના ઘણા રેકોર્ડ પણ તોડી નાખ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ 177 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એકંદરે ફિલ્મનું 10 દિવસનું વિશ્વવ્યાપી કલેક્શન 468 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. રજનીકાંતની ફિલ્મે માત્ર 10 દિવસમાં સલમાન ખાનની 'ટાઇગર 3' (464 કરોડ) અને શાહરૂખ ખાનની ડંકી(454 કરોડ)ની આજીવન કમાણીને વટાવી દીધી છે. હવે આ ફિલ્મ 500 કરોડ રૂપિયાના ક્લબમાં જોડાશે.
લોકેશ કનાગરાજ દ્વારા દિગ્દર્શિત રજનીકાંતની ફિલ્મ 'કુલી' શરૂઆતના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતી. આ ફિલ્મમાં થલાઈવા સિવાય નાગાર્જુન, શ્રુતિ હાસન, સૌબિન શાહિર, ઉપેન્દ્ર પણ જોવા મળે છે. નાગાર્જુને વિલન સિમોનની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં આમિર ખાનનો લગભગ 10 મિનિટનો કેમિયો છે.
કુલીએ વોર 2ને પાછળ છોડી દીધી
ઋતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણીની ફિલ્મ વોર 2ને પણ દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે પરંતુ કલેક્શનની દ્રષ્ટિએ તે કુલી કરતા પાછળ રહી ગઈ છે. વોર 2એ અત્યાર સુધીમાં લગભગ 215.56 કરોડ રૂપિયાની કમાણી કરી છે એટલે કે રજનીકાંતની કુલી આ સમયે કમાણીની રેસમાં સ્પષ્ટપણે આગળ છે.