ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 35મી મેચ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં દિલ્હીના KL રાહુલે વિસ્ફોટક ઇનિંગ રમીને 152 રન બનાવી ઇતિહાસ રચી દીધો. તેમ છતાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવી દીધું. જોકે, KL રાહુલ તેની તોફાની બેટિંગ માટે ખૂબ જ પ્રશંસા મેળવી રહ્યો છે. દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે. હવે KL રાહુલની પત્ની અને અભિનેત્રી આથિયા શેટ્ટીએ પોતાના પતિ પર પ્રેમ વરસાવ્યો છે.


આથિયા શેટ્ટીએ પતિ પર વરસાવ્યો પ્રેમ

આથિયા શેટ્ટી હંમેશા રાહુલની સૌથી મોટી ચીયરલીડર રહી છે. પંજાબ કિંગ્સ સામે રાહુલે મેદાનની ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગાનો એવો વરસાદ કર્યો કે આથિયા શેટ્ટીની ખુશીનો કોઈ પાર ન રહ્યો. આથિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રાહુલનો ફોટો શેર કર્યો અને ખૂબ જ ક્યૂટ અંદાજમાં લખ્યું, ઉફ્ફ, KL રાહુલ. અન્ય એક સ્ટોરીમાં તેણે રાહુલની આ ધમાકેદાર ઇનિંગને ઇન્સેન (ક્રેઝી) ગણાવી હતી.

અહાન શેટ્ટીએ પણ KL રાહુલના કર્યા વખાણ

આથિયા અહીં જ ન અટકી, તેણે ઇન્સ્ટાગ્રામ પર રાહુલનો એક ફોટો પણ પોસ્ટ કર્યો. જેની સાથે તેણે રેડ હાર્ટ અને ફાયરનું ઇમોજી શેર કર્યું. આ ઉપરાંત આથિયાના ભાઈ અને અભિનેતા અહાન શેટ્ટીએ પણ સોશિયલ મીડિયા પર રાહુલની પ્રશંસા કરી. તેણે પોતાની ખુશી વ્યક્ત કરતા લખ્યું, આ શું કરી નાખ્યું? અદભૂત.


2023માં કર્યા હતા આથિયા શેટ્ટી અને KL રાહુલે લગ્ન

આથિયા શેટ્ટી અને KL રાહુલની ગણતરી સૌથી પાવરફુલ કપલ્સમાં થાય છે. બંનેએ 23 જાન્યુઆરી, 2023ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહ સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસ પર યોજાયો હતો. આથિયા અને રાહુલે 24 માર્ચ, 2024ના રોજ તેમની પુત્રીનું સ્વાગત કર્યું, જેનું નામ આ કપલે ઇવારા રાખ્યું છે.

આ પણ વાંચો- Bollywood Top Actress : ક્યારેય સ્કૂલ નથી ગઈ આ બોલીવુડ એક્ટ્રેસ, છતાં બની કરોડો દિલોની સુપરસ્ટાર!

  • Follow us on: