વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બોલીવુડ અને ક્રિકેટ બંનેના સૌથી પ્રિય કપલ છે. સોશિયલ મીડિયા પર આ કપલની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે અને પોતાની મહેનતના દમ પર આ કપલ અહીં સુધી પહોંચ્યું છે. વિરાટ અને અનુષ્કા અવારનવાર તેમના જીવનમાં આવેલા સકારાત્મક ફેરફારોનો શ્રેય એકબીજાને આપતા જોવા મળે છે. વેજિટેરિયન (શાકાહારી) અને વીગન લાઈફસ્ટાઈલ અપનાવવી એ પણ તે ફેરફારોમાંનો એક છે.

વિરાટ કોહલી બન્યા વેજિટેરિયન

ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, અનુષ્કાએ વર્ષ 2015માં શાકાહારી લાઈફસ્ટાઈલ અપનાવી હતી. એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અને આધ્યાત્મિક વિચારધારાના કારણે તેણે આ નિર્ણય લીધો હતો. બાદમાં વિરાટે પણ નોન-વેજ ખાવાનું છોડી દીધું. વિરાટનું કહેવું હતું કે કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સ પછી તેને લાગ્યું કે શાકાહારી બનવું તેના માટે વધુ સારું રહેશે.

અનુષ્કા શર્માએ બદલી નાખી વિરાટ કોહલીની જિંદગી

વર્ષ 2020માં વોગ (Vogue) ને આપેલા ઇન્ટરવ્યુમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે, અનુષ્કાએ મને જિંદગી જીવવાનો નવો નજરીયો આપ્યો. તેને મળતા પહેલા હું આટલો બેલેન્સ માણસ નહોતો. તેણે મને એક સારો માણસ બનાવ્યો છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે હું મારી જિંદગી એ સૌથી બેસ્ટ મહિલા સાથે વિતાવી રહ્યો છું, જેને હું જાણું છું.

હવે હું ક્યારેય માંસ ન ખાઈ શકું - વિરાટ કોહલી

વિરાટે કહ્યું હતું કે અનુષ્કાના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમે તેની વિચારધારા બદલી નાખી. વિરાટે જણાવ્યું, અનુષ્કા છેલ્લા ચાર વર્ષથી શાકાહારી છે, જ્યારે હું હેલ્થના કારણોસર બે વર્ષ પહેલા શાકાહારી બન્યો હતો. પ્રાણીઓ માટે તેનો પ્રેમ જોઈને હવે હું ક્યારેય માંસ ખાઈ શકું નહીં. આનાથી વસ્તુઓને જોવાનો મારો દૃષ્ટિકોણ પણ બદલાઈ ગયો. થોડા વર્ષો પહેલા એક ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન વિરાટે જણાવ્યું હતું કે શાકાહારી બન્યા પછી તેની ફિટનેસ અને સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. તેણે આને પોતાના જીવનના સૌથી શ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક ગણાવ્યો હતો.

શા માટે શાકાહારી બની અનુષ્કા શર્મા?

અનુષ્કા શર્માએ 2017માં એલે ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં શાકાહારી બનવાનું કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, શાકાહારી બનવું મારા માટે મુશ્કેલ હતું, પરંતુ આ મારો સમજી-વિચારીને લીધેલો નિર્ણય હતો. પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અને આધ્યાત્મિક કારણોએ મને આ લાઈફસ્ટાઈલ અપનાવવા માટે પ્રેરિત કરી.

પ્રેમાનંદ મહારાજ પાસેથી લઈ ચૂક્યા છે ગુરુ દીક્ષા

અનુષ્કા શર્મા અને તેના પતિ વિરાટ કોહલી અવારનવાર વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા જાય છે. આ કપલે તેમની પાસેથી ગુરુ દીક્ષા પણ લીધી છે. ત્યારથી બંનેને અવારનવાર ગળામાં તુલસીની કંઠી માળા પહેરેલા જોવામાં આવ્યા છે. અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બર, 2017ના રોજ ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા. આ કપલ પુત્રી વામિકા અને પુત્ર અકાયના માતા-પિતા છે.

આ પણ વાંચો-Hit Movie : ના કોઈ ગીત, ના કોઈ હિરોઈન! માત્ર 61 રાતોમાં શૂટ થઈ હતી 25 કરોડની આ સુપરહિટ થ્રિલર ફિલ્મ