છેલ્લા કેટલાક મહિનાઓથી યુઝવેન્દ્ર ચહલ પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. વર્ષ 2025માં ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના છૂટાછેડા થયા હતા. બંનેની લગ્નજીવન પાંચ વર્ષ પણ ટકી શક્યું નહીં. ધનશ્રી સાથે છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન જ ચહલ ઘણી વખત આરજે મહાવાશ સાથે નજરે પડ્યા, જેના કારણે બંનેના ડેટિંગની અફવાઓ ફેલાઈ. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા, ત્યારબાદ તેમના બ્રેકઅપની ચર્ચા શરૂ થઈ.
ચહલનો વાયરલ AI જનરેટેડ પોસ્ટર
યુઝવેન્દ્ર ચહલને બિગ બોસ 13 ફેમ શેફાલી બગ્ગા સાથે સ્પોટ કરવામાં આવ્યો હતો. બંનેને સાથે જોયા બાદ લોકો એમ કહેવા લાગ્યા કે તેઓ ડેટિંગ ફેઝમાં છે. આ દરમિયાન ચહલ, ધનશ્રી વર્મા, આરજે મહાવાશ અને શેફાલી બગ્ગા સાથેનો એક AI જનરેટેડ પોસ્ટર વાયરલ થયો, જેને ટાઈટલ આપવામાં આવ્યું હતું કિસ કિસકો પ્યાર કરું 3. આ વાયરલ પોસ્ટર પર હવે ખુદ ચહલે પણ રિએક્શન આપ્યું છે, જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે.
AI પોસ્ટર પર ચહલની પ્રતિક્રિયા
વાયરલ થઈ રહેલા કિસ કિસકો પ્યાર કરું 3ના AI જનરેટેડ પોસ્ટરમાં યુઝવેન્દ્ર ચહલ સાથે તેમની પૂર્વ પત્ની ધનશ્રી વર્મા, આરજે માહવાશ અને બિગ બોસ 13 ફેમ શેફાલી બગ્ગા નજરે પડે છે. આ પોસ્ટરને કપિલ શર્મા સ્ટારર ફિલ્મ કિસ કિસકો પ્યાર કરું 2ના લવ ટ્રાયએન્ગલની જેમ રજૂ કરવામાં આવ્યો છે. આ પોસ્ટર ગ્રાફિક ડિઝાઇનર વિજય કુમાર બરિયા દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જે ચહલની નજરમાં આવી ગયો.
ચહલે આ પોસ્ટર પર કોમેન્ટ કરતાં લખ્યું,
2-3 રહી ગઈ એડમિન, Next Time સારી રીતે રિસર્ચ કરીને આવજો. મતલબ હજી થોડાં નામ મિસિંગ છે.

ચહલના કોમેન્ટ પર યુઝર્સની પ્રતિક્રિયા
ચહલના આ કોમેન્ટ પર યુઝર્સ પણ જોરદાર રિએક્શન આપી રહ્યા છે અને તેમના મજાકિયા અંદાજની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો આ વાયરલ પોસ્ટર પર મજેદાર કોમેન્ટ્સ પણ કર્યા. એક યુઝરે લખ્યું, ભાઈ, ટ્રેલર ક્યારે લોન્ચ થઈ રહ્યો છે? તો બીજા એકે લખ્યું, તમારા પર તો FIR થઈ જશે. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, ભાઈ, ફિલ્મમાં મને પણ કાસ્ટ કરી લો.
ધનશ્રી વર્માનો આરોપ
ધનશ્રી વર્મા થોડા દિવસો પહેલાં અશ્નીર ગ્રોવરનાં શો રાઈઝ એન્ડ ફોલમાં નજરે પડ્યા હતા. આ શોમાં કુબ્રા સૈત સાથે વાતચીત દરમિયાન ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ સાથેના પોતાના સંબંધોને લઈને વાત કરી હતી. તેણે સંકેત આપ્યો હતો કે ચહલે તેને દગો આપ્યો હતો અને લગ્નના માત્ર બે મહિના બાદ જ તેમને આ વાતની જાણ થઈ ગઈ હતી. જોકે, ચહલે ધનશ્રી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.
આ પણ વાંચો- 2026ની મહા ડિઝાસ્ટર ફિલ્મ! Raja Saabનો ફિયાસ્કો, કરોડોનું નુકસાન કરીને Prabhasની ફિલ્મ OTT પર લેશે આશરો!