24 નવેમ્બરના રોજ  ધર્મેન્દ્રનું તેમના ઘરે અવસાન થયું હતું. પરિવારે બપોરે ગુપ્ત રીતે આ દિગગ્જ અભિનેતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. આનાથી બધાને આઘાત લાગ્યો હતો. ખાસ કરીને ફેન્સ એ વાતથી ખૂબ જ દુઃખી હતા કે તેઓ તેમના પ્રિય અભિનેતાને અંતિમ વિદાય આપી શક્યા નહીં. ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર શા માટે ખાનગી રાખવામાં આવ્યા તે અંગે સત્ય બહાર આવ્યું છે.


ફિલ્મ નિર્માતા હમાદ અલ રયામી શેર કરી નોટ

UAEના ફિલ્મ મેકર્સ હમાદ અલ રયામીએ ધર્મેન્દ્રના અંતિમ દિવસો વિશે ઇન્સ્ટાગ્રામ પર એક નોંટ શેર કરી. ધર્મેન્દ્રના નિધન પછી તેઓ હેમા માલિનીને મળ્યા હતા. નોટમાં હમાદે કહ્યું કે હેમા માલિનીએ પરિવારના ગુપ્ત રીત અંતિમ સંસ્કાર કરવાના નિર્ણય પાછળના કારણોની ચર્ચા કરી હતી અને ધર્મેન્દ્રના પીડાદાયક અંતિમ દિવસો વિશે વાત કરી હતી.

હમાદ અલ રયામીએ શું કહ્યું?

હમાદ અલ રયામીએ હેમા માલિની સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો અને અરબીમાં એક કેપ્શન લખ્યું હતું જેનો આશરે અનુવાદ થાય છે, શોકના ત્રીજા દિવસે, મેં ફેમસ એક્ટ્રેસ હેમા માલિની સ્વર્ગસ્થ સુપરસ્ટાર ધર્મેન્દ્રની પત્નીની મુલાકાત લીધી હતી. હું તેમને પહેલી વાર રૂબરૂ મળ્યો હતો, જોકે મેં તેમને પહેલા ઘણી વાર દૂરથી જોયા હતા. પરંતુ આ વખતે કંઈક અલગ હતું... એક પીડાદાયક, ભાવુક ક્ષણ, કંઈક એવું જે લગભગ સમજી શકાય તેવું નથી, ભલે હું ગમે તેટલો પ્રયત્ન કરું પરંતુ તેઓ ધર્મેન્દ્રના નિધનથી ખૂબ જ દુ:ખી છે. ફિલ્મ મેકર આગળ કહ્યું, હું તેમની સાથે બેઠો હતો અને તેમનો ચહેરો ખૂબ જ ઉદાસ હતો જેને તેઓ છુપાવવા માટે ઘણા પ્રયાસ કરી રહ્યા હતા. 

ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર ખાનગી રાખવાનું કારણ શું ?

ફિલ્મ મેકરે કહ્યું કે હેમા માલિનીએ ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર ખાનગી રાખવાનું કારણ પણ જણાવ્યું હતું. હમાદે કહ્યું, તે પછી તેમણે ખૂબ જ દુઃખ સાથે કહ્યું કે તેમને ઘણું દુઃખ છે કે તેના ફેન્સને તેમને છેલ્લી વાર જોવાની તક મળી નથી. અને તેમણે કહ્યું કે- તેમના સમગ્ર જીવન દરમિયાન, ધર્મેન્દ્ર ક્યારેય ઇચ્છતા ન હતા કે કોઈ તેમને નબળા કે બીમાર જુએ. તેમણે તેમના નજીકના સંબંધીઓથી પણ પોતાનું દુઃખ છુપાવ્યું, અને કોઈ વ્યક્તિના નિધન પછી, નિર્ણય પરિવારનો હોય છે. તેમજ તેમના છેલ્લા દિવસો ખૂબ જ પીડાદાયક હતા.

મારા કાયમના હીરો, મહાન સુપરસ્ટાર ધર્મેન્દ્ર- હમાદ

હમાદે આગળ લખ્યું, પછી તેઓ એક ક્ષણ માટે થોભી ગયા...આંસુ લૂછ્યા...અને મને સ્પષ્ટ કહ્યું, પણ જે થયું તે બરાબર થયું હતું...કારણ કે, હમાદ, તેમને આવી સ્થિતિમાં કોઈ પણ ફેન્સ જોઈ શક્યા ન હોત. તેઓ તેના છેલ્લા દિવસો પીડાદાયક હતા. અમે પણ તેને આવી સ્થિતિમાં જોવાનું સહન કરી શકતા ન હતા. તેના શબ્દો તીર જેવા હતા. ફિલ્મ નિર્માતાએ ધર્મેન્દ્રને તેમના કરિશ્મા અને સિનેમામાં યોગદાન માટે યાદ કરીને લાંબી નોંટનો અંત કર્યો, લખ્યું, મારા કાયમના હીરો, મહાન સુપરસ્ટાર ધર્મેન્દ્ર.

  • Follow us on: