ધર્મેન્દ્ર એટલે કે કૃષ્ણ દેઓલ, જેને પ્રેમથી ધર્મેન્દ્ર પણ કહે છે. ભારતીય સિનેમાના સૌથી સમ્માનિત અભિનેતાઓ, નિર્માતાઓ અને રાજનેતાઓ માંથી એક છે. હિન્દી ફિલ્મોમાં તેમનુ યોગદાન અમૂલ્ય છે. પોતાના શાનદાર વ્યક્તિત્વ, આકર્ષક અંદાજ અને દમદાર અભિનયને કારણે તેમને હંમેશા બોલીવુડની હી મેન કહેવામાં આવે છે.

200થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યુ

6 દાયકાથી વધારે લાંબા કરિયરમાં તેમણે 200થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યુ અને દર્શકોના દિલ પર રાજ કર્યુ. ધર્મેન્દ્રએ પોતાના ફિલ્મી સફરમાં અનેક સુપરહિટ ફિલ્મો પણ આપી અને એક એવી ઓળખાણ બનાવી જે આજે પણ બેજોડ છે. તેમના દિકરા સની દેઓલ અને બોબી દેઓલની સાથે જ તેમના પૌત્ર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. પરંતુ આશ્ચર્ય કરનારી વાત તો એ છે કે ધર્મેન્દ્રએ એક વખત કહ્યુ હતુ કે તે પોતાના દિકારામાં નહીં પરંતુ સલમાન ખાનમાં પોતાની ઝલક જોવે છે.

બાયોપિકમાં કોને જોવા ઇચ્છે છે ધર્મેન્દ્ર?

વર્ષ 2018માં એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે જો તેમની બાયોપિક બને તો તે તેમાં પોતાનું કેરેક્ટર નિભાવતા કોને જોવા ઇચ્છે છે, તો તેમણે સની કે બોબીનું નામ ન લીધુ. પરંતુ તેમણે હસતા હસતા કહ્યુ કે મને લાગે છે કે સલમાન ખાન બાયોપિકમાં મારું કેરેક્ટર નિભાવી શકે છે. તે ખૂબ જ પ્રેમાળ છે અને તેની કેટલીક આદતો મારી જેવી છે. તમે દરેક લોકો સલમાનને ઓળખો જ છો. તે મારી પર ગયો છે. ધર્મેન્દ્રનો આ જવાબ દરેકને હેરાન કરનારો હતો, પરંતુ આ વાતથી સલમાન ખાન સાથે તેમની ઉંડી મિત્રતા અને સમ્માન ઝલકે છે. ધર્મેન્દ્રએ ઘણી વખત સલમાનની સાદગી અને દિલદારીની પ્રશંસા પણ કરી છે, જ્યારે સલમાન પણ હંમેશા આ દિગ્ગજ અભિનેતાને પોતાના આદર્શ માને છે.

બોબી દેઓલે બતાવી બંને વચ્ચેના સંબંધની બોન્ડિંગ

ધર્મેન્દ્રના નાના પુત્ર બોબી દેઓલે પણ કોફી વિથ કરણ શોમાં બંનેના સંબંધ વિશે વાત કરતા કહ્યું હતું કે સલમાન હંમેશા અમારા સાથે રહ્યા છે. તે મારા પપ્પાને ખૂબ પ્રેમ કરે છે. બંને વચ્ચેનો સંબંધ ખૂબ સુંદર છે. સલમાન મારા પપ્પાનો ઘણો આદર કરે છે અને અમારા પરિવાર માટે તેના દિલમાં ખાસ જગ્યા છે. ધર્મેન્દ્ર અને સલમાન ખાનનો આ સંબંધ ફક્ત ફિલ્મો સુધી મર્યાદિત નથી. તે પરસ્પર સ્નેહ, આદર અને માનવતાથી જોડાયેલુ બંધન છે, જે બોલીવુડની સૌથી પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી મિત્રતાઓમાંની એક બની ગઇ છે.

  • Follow us on: