બોલીવુડના હીમેન ધર્મેન્દ્રએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. 89 વર્ષની વયે ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા. બોલીવુડના અનેક કલાકારો સહિત અનેક દિગ્ગજ નેતાઓએ પોસ્ટ શેર કરીને તેમને શ્રદ્ધાજંલિ પાઠવી છે.

એક યુગનો અંતઃ કરણ જોહર
બોલીવુડ ફિલ્મમેકર કરણ જોહરે એક પોસ્ટ કરીને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાનની પુષ્ટિ કરી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું “આ એક યુગનો અંત છે. એક બહુ મોટા મેગાસ્ટાર. મુખ્યધારા સિનેમામાં એક હીરોનો અવતાર… અવિશ્વસનીય રીતે સુંદર અને ખુબ જ રહસ્યમય સ્ક્રીન પ્રેસન્સ… તેઓ ભારતીય સિનેમાના સાચા દંતકથા છે અને હંમેશા રહેશે…”


સુભાષ ઘઇ અને મનીષ મલ્હોત્રાએ આપી શ્રદ્ધાજંલિ
મનીષ મલ્હોત્રા, દિવ્યેંદુ અને સુભાષ ઘઇએ હીમેનને યાદ કરતા ભાવુક પોસ્ટ શેર કરી.


મનીષ મલ્હોત્રા
RIP લિજેન્ડરી ધરમજી.. આ ફોટોમાં Rocky Aur Rani Ki Premkahani ના સેટ પર તેમને પ્રશંસામાં જોયા.. તેમનો ખૂબ જ મોટો ચાહક રહ્યો છું.. તેમની 70 ના દાયકાની બધી ફિલ્મો ખૂબ જ ગમતી હતી જે જોઈને હું મોટો થયો છું.. તેમના અભિનય.. તેમનો કોમિક ટાઇમિંગ.. તેમના ગીતો.. તેમના કપડાં.. તેમની સ્ટાઇલ અને તેઓ સૌથી સુંદર માચો હીરો હતા.. ફિલ્મના સેટ પર તેમને વારંવાર મળતા રહ્યા. તે ખૂબ જ પ્રેમાળ અને ઉષ્માભર્યા હતા... ભારતીય સિનેમા માટે એક મોટું નુકસાન અને એક એવી વ્યક્તિ જેને તમે ક્યારેય જવા દેવા માંગતા ન હતા.. ધરમજી હંમેશા પ્રેમ, આદર અને પ્રશંસા.


શિલ્પા શેટ્ટી થઇ ભાવુક
શિલ્પા શેટ્ટીએ ધર્મેન્દ્રના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે.


કાજોલે ઈન્સ્ટાગ્રામ પર ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી
કાજોલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું છે “એક શાનદાર શખ્સિત્ત્વ દુનિયા છોડી ગયું.”


કપિલ શર્માએ પણ ધર્મ પાજી સાથે ફોટો શેર કરીને લખી ભાવુક પોસ્ટ 

  • Follow us on: