બોલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહની આગામી ફિલ્મ 'ધુરંધર 2' (ધ રીવેન્જ) રિલીઝ થવાને હવે માત્ર નવ દિવસ બાકી છે, પરંતુ ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ અત્યારે આસમાને છે. ફિલ્મની માર્કેટિંગ ટીમે અપનાવેલી એક ખાસ પ્રાઈસિંગ સ્ટ્રેટેજીને કારણે એડવાન્સ બુકિંગના આંકડાઓએ ટ્રેડ એનાલિસ્ટ્સને પણ ચોંકાવી દીધા છે.
રિલીઝ પહેલા જ હાઉસફુલના જોવા મળ્યા પાટિયા
નિર્માતાઓએ ભારતીય બજારના દરેક વર્ગને આકર્ષવા માટે ટિકિટના દરોમાં મોટો તફાવત રાખ્યો છે. મુંબઈ જેવા મેટ્રો શહેરોના પ્રીમિયમ મલ્ટિપ્લેક્સમાં એક રિક્લાઇનર સીટનો ભાવ ₹2,900 સુધી પહોંચ્યો છે, જે હાઈ-એન્ડ દર્શકોને આકર્ષે છે. બીજી તરફ, માસ ઓડિયન્સને ખેંચવા માટે દક્ષિણ ભારતના ચેન્નાઈ જેવા શહેરોમાં ટિકિટ માત્ર ₹59 માં પણ ઉપલબ્ધ છે. આ બેવડા મોડેલને કારણે નાના શહેરોથી લઈને મોટા મલ્ટિપ્લેક્સ સુધી દરેક જગ્યાએ 'હાઉસફુલ'ના પાટિયા જોવા મળી રહ્યા છે.
