ધુરંધર 2નો ટ્રેલર ગયા અઠવાડિયે રિલીઝ થયા પછીથી જ તેના પેઈડ પ્રીવ્યૂ શોની એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગઈ હતી. રસપ્રદ વાત એ છે કે એડવાન્સ ટિકિટ વેચાણમાં તેને અપેક્ષા કરતાં ઘણો વધુ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ધુરંધર: ધ રિવેન્જ સમગ્ર ભારત માટે બનાવાયેલી ફિલ્મ છે, જે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રજૂ થવાની છે.


રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગમાં કરી લીધી કરોડોની કમાણી

માહિતી મુજબ, ફિલ્મે અત્યાર સુધી સમગ્ર ભારતમાં 8,337 શો માટે કુલ 3.48 લાખ ટિકિટો વેચી દીધી છે. અહેવાલ પ્રમાણે, આ સાથે ફિલ્મે પ્રીમિયર પૂર્વ બુકિંગમાંથી અત્યાર સુધી 18.64 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મ નિરીક્ષકોના જણાવ્યા અનુસાર હિન્દી વર્ઝને સૌથી વધુ કમાણી કરી છે. તેણે 7,951 શોમાં 3.23લાખ ટિકિટો વેચીને 18.16 કરોડ રૂપિયાનું આવક મેળવી છે.

  • હિન્દી ડોલ્બી સિનેમા સ્વરૂપે 203 ટિકિટોથી વધુમાં વધુ 1.57 લાખ રૂપિયાની કમાણી થઈ છે.
  • ડબ કરેલા વર્ઝનમાં તમિલ આવૃત્તિએ 15,385 ટિકિટોથી 23.58લાખ રૂપિયા કમાયા છે.
  • ત્યારબાદ તેલુગુ વર્ઝને 7,827 ટિકિટોથી 18.54 લાખ રૂપિયા કમાયા છે.
  • કન્નડ વર્ઝને 479 ટિકિટોથી 2.04 લાખ રૂપિયા મેળવ્યા છે.
  • મલયાલમ વર્ઝને એડવાન્સ વેચાણમાંથી 934 ટિકિટોથી 2.25 લાખ રૂપિયાની કમાણી કરી છે.

3100 રૂપિયાની ટિકિટો પણ ઝડપથી વેચાઈ રહી છે

પેઈડ પ્રીવ્યૂ શોને મળેલા જોરદાર પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આઈનૉક્સ, સિનેપોલિસ અને પીવીઆર જેવી મોટી સિનેમા શૃંખલાઓએ ધુરંધર 2ના પેઈડ પ્રીવ્યૂ માટે નવી પ્રીમિયમ કેટેગરી શરૂ કરી છે. સમગ્ર ભારતમાં સૌથી મોંઘી ટિકિટ મુંબઈના બોરીવલી સ્થિત સ્કાય સિટી મોલના આઈનૉક્સ મેગાપ્લેક્સમાં વેચાઈ છે. અહીં રીક્લાઈનર પ્રાઈમ કેટેગરીમાં 3100 રૂપિયાની ટિકિટો પણ સંપૂર્ણ રીતે વેચાઈ ગઈ છે.

પહેલા ભાગે બોક્સ ઓફિસ પર મચાવી હતી ધમાલ!

આદિત્ય અને લોકેશ ધરના બાંસઠ સ્ટુડિયો તથા જ્યોતિ દેશપાંડેના જિયો સ્ટુડિયો દ્વારા મળીને ધુરંધર 2 બનાવવામાં આવી છે. ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ, રાકેશ બેદી અને સારા અર્જુન પહેલા ભાગના પોતાના પાત્રોને ફરી ભજવતા જોવા મળશે. ફિલ્મનો પહેલો ભાગ ધુરંધર ઘરઆંગણે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની હતી, જેણે 890 કરોડ રૂપિયા કરતાં વધુ કમાણી કરી હતી. વિશ્વભરમાં તે ચોથી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની હતી, જેણે 1300 કરોડ રૂપિયા કરતાં વધુ આવક મેળવી હતી.

આ પણ વાંચો- ધુરંધરનો ધડાકો! રણવીર સિંહ કે સંજય દત્ત? કયા સ્ટારે સૌથી વધુ ફી વસૂલી!

  • Follow us on: