નિર્દેશક આદિત્ય ધરની સ્પાય એક્શન-થ્રિલર ફિલ્મ ધુરંધર 2 વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. આ ફિલ્મના પ્રિવ્યુ શો 18 માર્ચે રિલીઝ થયા છે અને ફિલ્મ 19 માર્ચે રિલીઝ થઈ રહી છે. ધુરંધર 2ની સ્ટાર કાસ્ટમાં રણવીર સિંહ, સંજય દત્ત અને અર્જુન રામપાલ જેવા કલાકારો છે.
રણવીર સિંહની નેટવર્થ
એક રિપોર્ટ અનુસાર, રણવીર સિંહની નેટવર્થ લગભગ 50 મિલિયન યુએસ ડોલર (આશરે 400+ કરોડ રૂપિયા) છે. આ સિવાય તેની બ્રાન્ડ વેલ્યુ 170.7 મિલિયન યુએસ ડોલર જણાવવામાં આવી છે, જે દર્શાવે છે કે તેની હાજરી માત્ર અભિનય સુધી મર્યાદિત નથી. ધુરંધર ફ્રેન્ચાઇઝીમાં રણવીર સિંહે હમઝા અલી મઝારી અને જસકીરત સિંહ રંગીનું પાત્ર ભજવ્યું છે.
સંજય દત્તની નેટવર્થ
ધુરંધર 2: ધ રિવન્જમાં સંજય દત્ત એસપી ચૌધરી અસલમની પોતાની ભૂમિકા ફરીથી ભજવશે. આ પાત્ર કરાચીના પ્રખ્યાત પોલીસ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ચૌધરી અસલમ ખાનથી પ્રેરિત છે. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, સંજય દત્તની નેટવર્થ લગભગ 295 કરોડ રૂપિયા છે.
અર્જુન રામપાલની નેટવર્થ
ફિલ્મ ધુરંધર 2માં અર્જુન રામપાલ ફરી પોતાના મેજર ઇકબાલના પાત્રમાં વાપસી કરી રહ્યો છે. અભિનેતાની નેટવર્થની વાત કરીએ તો, અર્જુન રામપાલે પોતાની સંપત્તિ ફિલ્મો, જાહેરાતો, મોડેલિંગ અને પોતાના બિઝનેસ દ્વારા બનાવી છે. આ અભિનેતાની નેટવર્થ 120 કરોડથી 350 કરોડ રૂપિયાની વચ્ચે છે. DNAએ રામપાલની કુલ સંપત્તિ 120 કરોડ રૂપિયા બતાવી છે, જ્યારે એશિયનનેટ એ તેને 350 કરોડ રૂપિયા ગણાવી છે.
આર.માધવનની નેટવર્થ
ધુરંધરમાં આર. માધવને અજય સાન્યાલનું પાત્ર ભજવ્યું હતું. તેઓ ધુરંધર 2 માં પણ કમબેક કરી રહ્યા છે. માધવનની નેટવર્થની વાત કરીએ તો, મીડિયા રિપોર્ટ્સ મુજબ અભિનેતા 115 કરોડની સંપત્તિના માલિક છે.
આ પણ વાંચો- Shraddha Kapoor રાહુલ મોદી સાથે કરશે લગ્ન? 'અમે ખૂબ ખુશ છીએ કહીને' એક્ટ્રેસે આપ્યા મોટા સંકેત!