રણવીર સિંહની 'ધુરંધર' ફિલ્મ આ વર્ષ 2025ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઈ. ફિલ્મે રિલીઝ થયાના 21 દિવસની અંદર 900 કરોડની કમાણી કરી લીધી. આ ફિલ્મમાં અભિનેતા રણવીર કરતાં વિલન અક્ષય ખન્નાના શાનદાર અભિનયની ચારેકોર ચર્ચા થઈ રહી છે. 'ધુરંધર' વિવાદ અને વિરોધ વચ્ચે ધુઆંધાર આંધી જોવા મળી. બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરનાર આ ફિલ્મે એક નવો ર્કિતીમાન સ્થાપિત કર્યો. આ ફિલ્મના અભિનેતા, ડાયેરક્ટર અને તમામ પાત્રો લોકપ્રિય બન્યા છે. ફિલ્મને આટલી અદ્ભૂત સફળતા મળતા ડાયરેક્ટર આદિત્ય ધરની પત્ની અને અભિનેત્રી યામી ગૌતમ ખૂબ ખુશ છે.
આદિત્ય પર મને ગર્વ છે, અભિનેત્રી યામી ગૌતમ
અભિનેત્રી યામી ગૌતમે પતિ આદિત્ય ધરના કામની પ્રશંસા કરી. યામીએ કહ્યું કે ફિલ્મમાં તમામ પાત્રોએ અદ્ભૂત કામ કર્યું છે. આ પ્રકારની ફિલ્મ બનાવવા પર મને આદિત્ય પર ગર્વ છે. તેમ અભિનેત્રીએ કહ્યું. વધુમાં તેણે કહ્યું કે આદિત્ય જે પ્રકારની ફિલ્મો બનાવે છે તે ખૂબ જ પ્રશંસનીય છે. આ પહેલી વખત છે જયારે તેના કામની સરાહના આજે દર્શકોથી લઈને વિવેચકો કરી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું બહુ મુશ્કેલ હોય છે જયારે તમે પ્રવાહથી અલગ કામ કરો છો. હું અને આદિત્ય સમાન છીએ. બંને ચીલાચાલુ કામ કરવાના બદલે પોતાને સંતોષ મળે તેવું કામ કરવાનું વધુ પસંદ કરીએ છીએ.













