અભિનેત્રી ડાયના પેન્ટીએ હાલમાં પોતાના અંગત સબંધો અંગે ખુલાસો કર્યો છે તેણીએ જણાવ્યું હતું કે તે અને તેનો પાર્ટનર હર્ષ સાગર છેલ્લા 12 વર્ષથી સાથે છે. જોકે, તેમને હાલમાં લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. અભિનેત્રીનો પાર્ટનર હર્ષ સાગર હિરાનો વેપારી છે.


ડાયના પેન્ટીએ અંગત જીવન અંગે કર્યો ખુલાસો

ડાયના પેન્ટીએ પોતાના અંગત જીવન અંગે કહ્યું હતું કે, લગ્ન માટે કોઈ ઉતાવળ નથી, હું સિંગલ નથી, હું લોકો સામે બૂમો નથી પાડતી પરંતુ અમે બંને છેલ્લા 12 વર્ષથી એકબીજા સાથે છીએ અને એકબીજાને 22 વર્ષથી ઓળખીએ છીએ. આ મારા જીવનનો એકભાગ છે. ભલે પછી અમે કાયદેસર લગ્ન ન કર્યા હોય. મારી વિચારસરણી પ્રમાણે અમે પરિણીત છીએ. અમારા સંબંધો સંપૂર્ણપણે આદર અને સમજણ પર આધારિત છે.

અમારા સબંધને પરિવારનો પણ મજબૂત ટેકો

ડાયનાએ એમ પણ કહ્યું કે તેના અને હર્ષના પરિવારો તેમના સંબંધને ખૂબ જ ટેકો આપે છે અને લગ્ન કરવા માટે તેમના પર કોઈ દબાણ નથી કરતા. અમારા બંને પરિવારો ખૂબ જ હળવાશ અનુભવે છે અને અમારા સંબંધોને સંપૂર્ણપણે સમજે છે. તેમના માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અમારી ખુશી છે. અમને લગ્નથી કોઈ સમસ્યા નથી પરંતુ અમે એક જ ઘરમાં રહીએ છીએ, અમારી પાસે એક પાલતુ ડોગ છે અને બધા જાણે છે કે અમે સાથે છીએ. ફરક માત્ર એટલો છે કે અમે તેને કાગળ પર મૂક્યું નથી પરંતુ તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. ડાયનાએ 2012માં ફિલ્મ 'કોકટેલ' થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો જેમાં તે દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી.


  • Follow us on: