સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝને તેમની આગામી ફિલ્મ 'સરદારજી 3' માં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે કામ કરવા બદલ ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે નેટીઝન્સ તેમની ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રીને કાસ્ટ કરવા બદલ દિલજીતને ટ્રોલ કરી રહ્યા છે. હવે દિલજીત દોસાંઝે પોતાનું મૌન તોડ્યું છે.


દિલજીત દોસાંઝે હાનિયા સાથે કામ કરવા અંગે મૌન તોડ્યું?

એક ઇન્ટરવ્યુમાં દિલજીતે સરદાર જી 3ની આસપાસના વિવાદનો સીધો ઉલ્લેખ કર્યો ન હતો પરંતુ કલા, શાંતિ અને સરહદો પર પોતાના વિચારો શેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'દેશો યુદ્ધમાં છે અને આ બાબતો પર આપણું નિયંત્રણ નથી. પરંતુ મારું માનવું છે કે સંગીત એવી વસ્તુ છે જે દેશોને જોડે છે. હું એવી વસ્તુનો ભાગ બનીને ધન્ય અનુભવું છું જે દેશો વચ્ચે પ્રેમ ફેલાવે છે.'

રાજકીય બાબતો પર કોઈ ટિપ્પણી નહીં

તેમણે આગળ કહ્યું હતું કે, મને લાગે છે કે આપણે રાષ્ટ્રોથી આગળ વધીને ધરતી માતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ બધી સરહદો એક જ ધરતી માતાનો ભાગ છે અને હું તેનો એક ભાગ છું. દિલજીતે એ પણ સ્પષ્ટતા કરી કે તે રાજકીય બાબતો પર ટિપ્પણી કરવા માંગતો નથી. 

શું દિલજીત દોસાંઝ પર ભારતમાં પ્રતિબંધ મૂકાશે?

હાનિયા આમિર અભિનીત 'સરદાર જી 3'નું ટ્રેલર રિલીઝ થયા બાદ FWICEએ દિલજીત અને ભારતમાં તેના તમામ પ્રોજેક્ટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. FWICE ના પ્રમુખ બીએન તિવારીએ કહ્યું હતું કે, પાકિસ્તાની અભિનેતા સાથે કામ કરીને દિલજીતએ ભારતીય લાગણીઓને ઠેસ પહોંચાડી છે. તેણે રાષ્ટ્રની લાગણીઓનો અનાદર કર્યો છે અને આપણા બહાદુર સૈનિકોના બલિદાનનું અપમાન કર્યું છે. 



  • Follow us on: