ટીવીની જાણીતી વહુ અને સસુરાલ સિમર કા ફેમ દીપિકા કક્કડ પોતાની જિંદગીની સૌથી મુશ્કેલ લડાઈ ઘણી હિંમત અને હાસ્ય સાથે લડી રહી છે. લિવર કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર કરાવી રહેલી દીપિકાએ પોતાના ફેન્સને એક મોટા સારા સમાચાર આપ્યા છે. તે ફરી એકવાર કેમેરા સામે પાછી આવી છે. દીપિકા ટૂંક સમયમાં જ પોતાના પતિ અને એક્ટર શોએબ ઈબ્રાહિમ સાથે એક રોમેન્ટિક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે. જોકે, આ કમબેકની ખુશી સાથે જ દીપિકાએ ટીવી ઈન્ડસ્ટ્રીની કડવી વાસ્તવિકતા અને પોતાની તબિયત વિશે એવું દર્દ વ્યક્ત કર્યું છે, જેને જાણીને તેના ફેન્સ ભાવુક થઈ ગયા છે. દીપિકાએ કહ્યું છે કે હાલની સ્થિતિમાં તે ડેઈલી સોપ એટલે કે ટીવી સીરિયલમાં કામ કરવા વિશે વિચારી પણ શકતી નથી.

ડેઈલી સોપમાં કામ કરવું હાલ અશક્ય

પોતાના લેટેસ્ટ વ્લોગમાં કમબેકનો ઉલ્લેખ કરતાં દીપિકાએ કહ્યું, જુઓ, આ સમયે મારી જેવી મેડિકલ કન્ડિશન છે, તેને જોતાં ડેઈલી સોપ કરવું મારા માટે બિલકુલ શક્ય લાગતું નથી. સાચું કહું તો આવી ગંભીર ટ્રીટમેન્ટ વચ્ચે કોઈ મને કાસ્ટ પણ કેમ કરે? ઈન્ડસ્ટ્રીમાં આ બહુ સામાન્ય વાત છે. દીપિકાએ આગળ કહ્યું કે તેને આ વાતનો કોઈ રંજ નથી, કારણ કે તે જાણે છે કે ટ્રીટમેન્ટની પોતાની સાઈડ ઈફેક્ટ્સ હોય છે. પરંતુ એક દિવસનું મ્યુઝિક વીડિયો શૂટ એવો પ્રોજેક્ટ હતો જેને તે પોતાની તબિયત મુજબ સંભાળી શકતી હતી.
https://www.instagram.com/p/DcGsP4DDCSa/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

2025થી ચાલી રહી છે કેન્સર સામે લડાઈ

તબિયતને લઈને દીપિકા કક્કડની આ સફર ઘણી મુશ્કેલીઓથી ભરેલી રહી છે. વર્ષ 2025માં તેને સ્ટેજ 2 લિવર કેન્સર હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ જૂન 2025માં સર્જરી કરીને તેના લિવરમાંથી ટ્યુમર બહાર કાઢવામાં આવ્યું. આ પછી ફેબ્રુઆરી 2026માં લિવરમાં ગાંઠ દેખાતા તેનું વધુ એક સફળ પ્રોસિજર કરવામાં આવ્યું. પછીથી બે નાની ગાંઠ વધુ દેખાઈ, જેના માટે ડોક્ટરોએ સર્જરીને બદલે નિયમિત દેખરેખ અને ઈમ્યુનોથેરાપી શરૂ કરવાની સલાહ આપી.
Dipika Kakar health issues (1)

દીપિકા અવારનવાર પોતાના વ્લોગમાં આ થેરાપીના કારણે થતી તકલીફો વિશે જણાવતી રહે છે. સતત ઉબકા આવવા, ઊલટી થવી, થાક અને નબળાઈના કારણે તેની ભૂખ અને એનર્જી લેવલ પર ખૂબ અસર પડી છે. ઊલટીઓના કારણે એક સમયે તો તેનું ચા પીવાનું પણ મન થતું નહોતું. આ તમામ મુશ્કેલીઓ અને નબળાઈઓ છતાં દીપિકાનું હસતા મોઢે કેમેરા સામે પાછા ફરવું એ સાબિત કરે છે કે તેનો જુસ્સો બીમારી કરતાં ઘણો વધુ મજબૂત છે. હવે ફેન્સ શોએબ અને દીપિકાના આ નવા ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો-Vivek Oberoi એ નિભાવ્યું વચન, રામાયણની સંપૂર્ણ ફી કરી દાન, કેન્સર સામે લડી રહેલા 50 બાળકોની કરી મદદ