અંબાણી પરિવાર દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ વખતે પણ અંબાણી પરિવારે ખૂબ ભવ્ય રીતે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. દર વર્ષની જેમ આ વખતે પણ બોલીવુડની અનેક હસ્તીઓ આ સમારોહમાં પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી દિશા પટણી પણ અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવમાં જોવા મળી હતી. જોકે, હવે અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે.
દિશા પટણીનો લુક
અભિનેત્રી દિશા પટણી 14 સપ્ટેમ્બરે મુંબઈમાં અંબાણી પરિવારના ગણેશ ચતુર્થી સમારોહમાં સામેલ થઈ હતી. આ દરમિયાન દિશા લાલ રંગના લહેંગામાં પહોંચી હતી. તેનો ફેસ્ટિવ લુક કેમેરામાં કેદ થયો અને તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. જોકે, અભિનેત્રીની તસવીરો વાયરલ થયા બાદ લોકોનું ધ્યાન તેના બ્લાઉઝની ડીપ નેકલાઇન ડિઝાઇન પર ગયું.

લોકોએ દિશાને ટ્રોલ કરી
દિશાની આ તસવીરો અને વીડિયો જોયા બાદ કેટલાક યુઝર્સે સવાલ ઉઠાવ્યો કે ગણપતિ પૂજા જેવા ધાર્મિક સમારોહમાં આ પ્રકારનો આઉટફિટ પહેરવો કેટલો યોગ્ય છે. જોતજોતામાં દિશાનો ફેશન લુક વખાણ કરતાં વધુ ચર્ચાનો વિષય બની ગયો અને સોશિયલ મીડિયા પર અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી.
યુઝર્સે શું કહ્યું?
ઈન્ટરનેટ પર દિશાના લુકનો વીડિયો સામે આવ્યા બાદ એક યુઝરે લખ્યું કે, આ ક્યારેય સિમ્પલ ડ્રેસ પહેરી શકતી નથી. બીજા એક યુઝરે કહ્યું કે, ઓછામાં ઓછું આજે તો આખા કપડા પહેરી લેવાના હતા. અન્ય એક યુઝરે લખ્યું કે, તેને હવે આ રીતે રહેવાની આદત પડી ગઈ છે. બીજા એક યુઝરે કહ્યું કે, દિશાએ આવા સમારોહમાં આ પ્રકારનાં કપડા ન પહેરવા જોઈએ.
https://www.instagram.com/reel/DdUUBggTbBV/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==
લોકોએ આપી પોતાની પ્રતિક્રિયા
આટલું જ નહીં, એક યુઝરે લખ્યું કે, કૃતિની જેમ દિશા પર પણ સવાલ ઉઠવા જોઈએ. બીજા એક યુઝરે કહ્યું કે, ક્યારેક તો યોગ્ય રીતે કપડા પહેરી લો. અન્ય એક યુઝરે કહ્યું કે, હવે બ્લાઉઝ પણ ડીપ નથી. બીજા એક યુઝરે લખ્યું કે, આ ગણપતિમાં પણ આવી જ રીતે જશે. આ પ્રકારની કમેન્ટ્સ લોકોએ પોસ્ટ જોયા બાદ કરી છે.
દિશાના લુકની ઈન્ટરનેટ પર ચર્ચા
દિશા પટણીના લુકને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ જોરદાર ચર્ચા કરી રહ્યા છે. ઈન્ટરનેટ પર લોકો કહી રહ્યા છે કે આવા સમારોહમાં આ પ્રકારનાં ડીપ નેક કપડાં પહેરવા યોગ્ય નથી. જોકે, આ ટ્રોલિંગ અંગે દિશા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હવે જોવાનું રહેશે કે દિશા આ મામલે કંઈ કહે છે કે નહીં.
આ પણ વાંચો-Ambani Family : બાપ્પાના વિસર્જનમાં અનંત અને રાધિકાનો જોરદાર ડાન્સ! નીતા અંબાણીના ઉત્સાહભર્યા અંદાજે જીત્યા દિલ