પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેતા મુકેશ ખન્ના તેમની ફિલ્મો અને શો તેમજ સ્પષ્ટવક્તા માટે જાણીતા છે. ઘણીવાર આ અભિનેતા કોઈને કોઈ નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. આ દરમિયાન મુકેશ ખન્નાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન વિશે કંઈક એવું કહેતા જોવા મળ્યા છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
મુકેશ ખન્નાએ બિગ બીના વખાણ કર્યા
મુકેશ ખન્નાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેતા મુકેશ ખન્નાએ હાલમાં એક ઈન્ટરવ્યું આપ્યો હતો અને જેમાં અમિતાભ બચ્ચન વિશે વાત કરી હતી. તેમણે આ ઉંમરે પણ કામ કરવા અને સખત મહેનત કરવા બદલ બિગ બીના વખાણ કર્યા હતા પરંતુ આ સમય દરમિયાન તેમણે કંઈક એવું કહ્યું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
અમિતાભ બચ્ચન અંગે આપ્યું આ નિવેદન
ટીવીના શક્તિમાને જણાવ્યું કે, અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ દાઢી રાખે છે જે હું કરી શકતો નથી. તેમને ઘણી સમસ્યાઓ છે છતાં તે તેના કામ પ્રત્યે ખૂબ સમર્પિત છે. હું આ માટે તેમની પ્રશંસા કરું છું.' હવે અભિનેતાનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મુકેશ ખન્નાના આ વાયરલ વીડિયો પર યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'સાહેબ, આશ્ચર્ય ન કરો, બચ્ચન સાહેબ બચ્ચન સાહેબ છે.' જ્યારે બીજાએ લખ્યું કે, તેમણે પોતાનું જીવન ઈર્ષ્યામાં વિતાવ્યું.'