દર વર્ષે લોકો ભગવાન રામના વિજય અને રાવણના પરાજયને દશેરા તરીકે ઉજવે છે. હવે આ ખાસ દિવસે બોલીવુડ સ્ટાર્સે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. અનુપમ ખેર, પ્રિયંકા ચોપરાથી લઈ ઘણા સ્ટાર્સે ફેન્સને દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી
અનુપમ ખેરની પોસ્ટ
અનુપમ ખેરે ગુરુવાર 2 ઓક્ટોબરના રોજ ઇન્સ્ટાગ્રામ પર તેમના ફેન્સને દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દશેરા નિમિત્તે એક ખાસ ફોટો શેર કર્યો અને કેપ્શન આપ્યું હતું કે, તમને બધાને દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! ભગવાન રામના આશીર્વાદ હંમેશા તમારા પર રહે! જય શ્રી રામ! #હેપ્પી દશેરા."
દશેરાની પ્રિયંકા ચોપરાએ આપી શુભેચ્છાઓ
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ આજે મુંબઈ છોડ્યા પછી તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખાસ પોસ્ટર શેર કર્યું અને તેના ફેન્સને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રિયંકાએ લખ્યું કે, 'ગુડબાય મુંબઈ! પાછા આવીને હંમેશા ખૂબ સારું લાગે છે, ભલે એક મિનિટ માટે જ હોય. દશેરાની ઉજવણી કરતા દરેકને શુભકામનાઓ.' પ્રિયંકા દિગ્દર્શક એસએસ રાજામૌલીની ફિલ્મ SSMB 29માં જોવા મળે તેવી શક્યતા છે. પ્રિયંકા સાઉથ ભારતીય અભિનેતાઓ મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે જોવા મળશે. ફિલ્મની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
અક્ષય કુમારની કરી આ પોસ્ટ
અક્ષય કુમારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રામ અને રાવણની તસવીરો દર્શાવતો એક ફોટો શેર કર્યો છે. આ સ્ટોરી સાથે અક્ષયે પોતાના ચાહકોને દશેરાની શુભકામનાઓ પાઠવી છે જેમાં લખ્યું છે કે, 'તમને બધાને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે હંમેશા સત્ય અને ભલાઈના માર્ગ પર ચાલો.'
અદા શર્માની પોસ્ટ
સાઉથ અને બોલીવુડ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી ચૂકેલી અદા શર્માએ પણ પોતાના ચાહકોને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ પાઠવી અને પોતાની આગામી ફિલ્મ વિશે માહિતી શેર કરી હતી. ગુરુવાર 2 ઓક્ટોબરના રોજ અદાએ ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો શેર કર્યો છે જેમાં તે દેવી દુર્ગાના રૂપમાં જોવા મળી રહી છે. આ પોસ્ટ સાથે અદાએ કેપ્શનમાં લખ્યું હતું કે, 'હેપ્પી દશેરા, નવી ફિલ્મ, એક ઝલક કારણ કે બધા પૂછી રહ્યા છે કે તમે કઈ ફિલ્મ કરી રહ્યા છો. બાકીની ફિલ્મોની જાહેરાત ટૂંક સમયમાં.'
સની દેઓલે આપ્યું ખાસ કેપ્શન
સની દેઓલે આજે 2 ઓક્ટોબરના રોજ ઇન્સ્ટાગ્રામ પર તેના બધા ચાહકોને દશેરાની શુભેચ્છા પાઠવી. સનીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક એનિમેટેડ દશેરા મૂવિંગ પોસ્ટર શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું કે, 'હેપ્પી દશેરા, આ દશેરા, ચાલો આપણી અંદરની નકારાત્મકતાને બાળીએ અને દયા, હિંમત અને કરુણાથી ચમકીએ.'

રશ્મિકા મંદાનાની પોસ્ટ
રશ્મિકા મંદાનાએ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ થામા માટે સમાચારમાં છે. ગુરુવારે રશ્મિકા મંદાનાએ તેના ચાહકોને દશેરાની શુભેચ્છા પાઠવી. રશ્મિકા મંદાનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર દશેરાનું મોશન પોસ્ટર શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું કે, 'હેપ્પી દશેરા, શ્રદ્ધા રાખો, દયાળુ રહો અને હિંમતથી આગળ વધતા રહો.'