યુટ્યુબર એલ્વિશ યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેના બાદ ઇન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. આ ફોટોમાં એલ્વિશ એક યુવતીનો હાથ પકડતા નજરે પડે છે અને યુવતીએ હાથમાં મોટી રિંગ પહેરી છે, જેના કારણે ફેન્સ અંદાજ લગાવી રહ્યા છે કે બંનેએ સગાઈ કરી લીધી છે.

એલ્વિશ યાદવે શેર કર્યો ફોટો

એલ્વિશે આ ફોટોના કેપ્શનમા લખ્યું, પ્યારને એક વધુ તક આપી અને મને મારું પ્રેમ મળી ગયું. આ પોસ્ટમાં તેણે એક્ટ્રેસ જિયા શંકરને ટૅગ પણ કરી છે. જિયા શંકરે પણ આ પોસ્ટને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રી-પોસ્ટ કરી હતી. એલ્વિશની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક ફેન્સ માની રહ્યા છે કે એલ્વિશ યાદવે જિયા શંકર સાથે સગાઈ કરી લીધી છે, જ્યારે કેટલાક યુઝર્સનું માનવું છે કે આ કોઈ પ્રમોશનલ એક્ટિવિટી પણ હોઈ શકે છે.


આ પહેલાં એલ્વિશનું નામ જન્નત ઝુબૈર સાથે પણ જોડાયું હતું. જન્નતને પ્રપોઝ કરતી એલ્વિશની એક તસવીર વાયરલ થઈ હતી, જે બાદમાં પ્રમોશનલ એક્ટિવિટી હોવાનું બહાર આવ્યું હતું. બંનેએ સાથે એક મ્યુઝિક વિડિયોમાં કામ કર્યું હતું. તે જ રીતે થોડા સમય પહેલા જિયા શંકરનું નામ યૂટ્યુબર ફુકરા ઇન્સાન એટલે કે અભિષેક મલ્હાન સાથે જોડાયું હતું. એવી ચર્ચા હતી કે બંનેએ સગાઈ કરી લીધી છે, પરંતુ અભિષેક મલ્હાને આ ખબરોને સંપૂર્ણપણે નકારી દીધી હતી.
https://www.instagram.com/p/DLH-QQYImjk/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

જિયા શંકર અને એલ્વિશ યાદવને બિગ બોસ OTTમાં પણ સાથે જોવામાં આવ્યા હતા. જિયા શો પરથી વહેલી તકે એલિમિનેટ થઈ ગઈ હતી, જ્યારે એલ્વિશ યાદવે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લઈને શો જીત્યો હતો. અભિષેક મલ્હાન આ સિઝનના ફર્સ્ટ રનરઅપ રહ્યો હતો. હાલ એલ્વિશ યાદવ શો લાફ્ટર શેફ 3માં નજરે પડી રહ્યા છે. પહેલા તેઓ ઈશા માલવિય સાથે પાર્ટનર હતા, પરંતુ હવે કરણ કુંદ્રા સાથે જોડાયા છે. ઈશા માલવિયએ શો છોડ્યો છે.

આ પણ વાંચો-Amitabh Bachchanનું દર્દ ભુલાવવા રેખાએ રાતોરાત લીધા હતા સાત ફેરા? મિત્રના ચોંકાવનારા ખુલાસાથી ખળભળાટ!