બોલીવુડના લોકપ્રિય અભિનેતા ઈમરાન હાશ્મી હાલમાં ફિલ્મ આવારાપન 2ને લઈને ચર્ચામાં છે. 14 ઓગસ્ટે રિલીઝ થયેલી તેમની આ ફિલ્મ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. રિલીઝના 9 દિવસ બાદ પણ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સિનેમાઘરોમાં તેના શોની માંગ યથાવત છે.
ધ ડર્ટી પિક્ચર
ધ ડર્ટી પિક્ચર વર્ષ 2011માં રિલીઝ થયેલી જીવનકથા આધારિત ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મિલન લુથરિયાએ કર્યું હતું. એકતા કપૂર અને શોભા કપૂરે તેનું નિર્માણ કર્યું હતું. ફિલ્મમાં વિદ્યા બાલન, ઈમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 'ધ ડર્ટી પિક્ચર'ને દર્શકો અને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ, ધ ડર્ટી પિક્ચરએ દુનિયાભરમાં 116.55 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ છે.
મર્ડર 2
વર્ષ 2011માં રિલીઝ થયેલી મર્ડર 2 મનોવૈજ્ઞાનિક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મોહિત સૂરીએ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, જેકલીન ફર્નાન્ડિઝ અને પ્રશાંત નારાયણન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ઈમરાન હાશ્મીએ અર્જુન ભગવતનું પાત્ર ભજવ્યું હતું, જે ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે સારો દેખાવ કર્યો હતો. સેકનિલ્કના આંકડા મુજબ, 'મર્ડર 2'એ દુનિયાભરમાં આશરે 67.59 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ તમે એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.
જન્નત
જન્નત 16 મે 2008ના રોજ રિલીઝ થયેલી હિન્દી રોમેન્ટિક ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે. તેનું દિગ્દર્શન કુણાલ દેશમુખે કર્યું હતું અને મુકેશ ભટ્ટે તેનું નિર્માણ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને સોનલ ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ઈમરાને અર્જુન દીક્ષિત અને સોનલે ઝોયાનું પાત્ર ભજવ્યું હતું. સેકનિલ્કના અહેવાલ મુજબ, જન્નતએ દુનિયાભરમાં 40.39 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.
રાજ 3: ધ થર્ડ ડાયમેન્શન
રાજ 3: ધ થર્ડ ડાયમેન્શન વર્ષ 2012માં રિલીઝ થયેલી હિન્દી સુપરનેચરલ હોરર-થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન વિક્રમ ભટ્ટે કર્યું હતું. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ ફિલ્મના નિર્માતા હતા. ફિલ્મમાં બિપાશા બાસુ, ઈમરાન હાશ્મી અને ઈશા ગુપ્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. સેકનિલ્કના અહેવાલ મુજબ, રાજ 3: ધ થર્ડ ડાયમેન્શનએ દુનિયાભરમાં 35.60 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.
ગેંગસ્ટર: એ લવ સ્ટોરી
ગેંગસ્ટર: એ લવ સ્ટોરી 28 એપ્રિલ 2006ના રોજ રિલીઝ થયેલી રોમેન્ટિક થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન અનુરાગ બસુએ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, શાઇની આહુજા અને કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ કંગના રનૌતની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મથી ઈમરાન હાશ્મીને પણ એક અલગ ઓળખ મળી હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે બોક્સ ઓફિસ પર આશરે 16.85 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ તમે પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.
આ પણ વાંચો-King Khan : સની દેઓલની એ એક ભૂલ, જેણે શાહરૂખ ખાનનું આખું કરિયર બદલી નાખ્યું!