દિલ્હીમાં ઉછરેલી કૃતિ સેનને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, પરંતુ સિનેમા પ્રત્યેનો તેનો રસ તેને બોલીવુડ સુધી લઈ આવ્યો. ફિલ્મોમાં પ્રવેશ કરતા પહેલાં તેમણે મોડલિંગની દુનિયામાં પોતાની ઓળખ બનાવી હતી.

'હીરોપંતી'થી બોલીવુડમાં એન્ટ્રી

મોડલિંગ બાદ કૃતિએ દક્ષિણ ભારતીય સિનેમામાં કામ કર્યું અને ત્યારબાદ ફિલ્મ 'હીરોપંતી'માં જોવા મળી હતી. કૃતિ સેનનની સફળ સફરની શરૂઆત એક ફોટોશૂટથી થઈ હતી, જે તેની બહેન નૂપુરે કર્યું હતું. કૃતિ સેનનનો જન્મ 27 જુલાઈ 1990ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. આજે અભિનેત્રી પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.

તે સમયે કૃતિ પાસે વ્યવસાયિક પોર્ટફોલિયો નહોતો

કૃતિ સેનન પાસે તે સમયે કોઈ વ્યવસાયિક પોર્ટફોલિયો નહોતો. તેથી તેણે પોતાની બહેનને કેટલીક તસવીરો પાડવા માટે કહ્યું હતું. તેની બહેને ઘરે જ કૃતિની તસવીરો લીધી હતી. ત્યારબાદ કૃતિએ આ તસવીરો એક ઓનલાઇન મોડલિંગ સ્પર્ધા માટે મોકલી હતી.
https://www.instagram.com/p/Da0kWTQAA8p/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

મોડલિંગ કારકિર્દીની થઈ શરૂઆત

કૃતિની કિસ્મતે સાથ આપ્યો અને તે આ સ્પર્ધા જીતી ગઈ. ત્યારબાદ તેને જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની સાથે પોર્ટફોલિયો ફોટોશૂટ કરવાની તક મળી. આ તક તેની મોડલિંગ કારકિર્દીની શરૂઆત બની અને ત્યારબાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. મોડલિંગ બાદ કૃતિએ ફિલ્મોની દુનિયામાં પગ મૂક્યો. વર્ષ 2014માં તેમણે તેલુગુ ફિલ્મ 1: નેનોક્કડિનેથી અભિનયની શરૂઆત કરી હતી.

પહેલી જ ફિલ્મથી બની ગઈ સ્ટાર

આ જ વર્ષે કૃતિએ હિન્દી ફિલ્મોમાં પણ પ્રવેશ કર્યો હતો. ટાઇગર શ્રોફ સાથેની ફિલ્મ 'હીરોપંતી'થી તેનો બોલીવુડમાં પ્રવેશ થયો હતો. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર અવોર્ડમાં શ્રેષ્ઠ મહિલા નવોદિત અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ કૃતિએ સતત ફિલ્મોમાં કામ કર્યું અને પોતાની અલગ ઓળખ બનાવી. એક સમય એવો હતો જ્યારે કૃતિ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી હતી, પરંતુ તેમનું સપનું તેને ફિલ્મોની દુનિયામાં લઈ જવાનું હતું અને આખરે એવું જ થયું. આજે કૃતિ સેનન બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે.

આ પણ વાંચો-Indian Cricketer : કોણ છે સમરીન કૌર? જેના પ્રેમમાં ક્લીન બોલ્ડ થયા ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ