બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની હાઉસફુલ-5 ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કલેકશન કર્યું. હાઉસફુલ-5 ફિલ્મમાં અક્ષયની સાથે રિતેશ દેશમુખના અભિનયની પણ લોકોએ ખૂબ પ્રશંસા કરી. હિન્દી સિનેમામા 'ખિલાડી'ના નામથી લોકપ્રિય બનેલા અક્ષય કુમારની વર્ષ 2025ની આ ત્રીજી ફિલ્મ છે. અત્યાર સુધીમાં અક્ષયની 'સ્કાય ફોર્સ', 'કેસરી 2' બાદ 'હાઉસફુલ 5' ફિલ્મેએ થિયટેરમાં દર્શકોનું મનોરંજન કર્યું. અને હવે ફરી અક્ષયની વધુ એક ફિલ્મ થોડા જ સમયમાં સિનેમાઘરમાં રિલીઝ થશે.
વર્ષમાં 4 ફિલ્મો કરવા પર અક્ષય થયો ટ્રોલ
હેરાફેરીના વિવાદ વચ્ચે હાઉસફૂલ બાદ ભગવાન શિવની ભૂમિકા ભજવી રહેલા અક્ષયની 'કનપ્પા' ફિલ્મ પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. હિન્દી સિનેમમાં અક્ષય કુમાર જ એક એવો કલાકાર છે જે વર્ષમાં ત્રણથી ચાર ફિલ્મો કરતો હોય છે. એટલે કે એકંદરે અભિનેતાની એક જ વર્ષની અંદર 4 થી વધુ ફિલ્મો થિયેટરમાં આવતી હોય છે. જેને લઈને કેટલીક વખત અક્ષય કુમાર ટ્રોલ પણ થયો છે. લોકોએ તેની આ કામગીરીને લઈને કહ્યું કે તે પૈસા માટે વર્ષમા આટલી બધી ફિલ્મો કરે છે.
અક્ષયે ટ્રોલર્સને આપ્યો જવાબ
અક્ષય કુમાર ભારતીય સિનેમાના સૌથી વ્યસ્ત કલાકારોમાંના એક છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં અક્ષયકુમારે વર્ષમાં 4 ફિલ્મો કેમ કરે છે તેને લઈને ખુલાસો કર્યો છે. અભિનેતાએ ટ્રોલર્સને જવાબ આપ્યો કે જો હું એક વર્ષમાં 4 ફિલ્મો કરું તો તેમાં શું વાંધો છે? બધા પૈસા માટે કામ કરતા હોય છે તેમ હું પણ કામ કરું છું. મને કામ મળે છે અને હું તે કરવા માગુ છું. હું જે ફિલ્મો કરું છું તેમાં કેટલીક ફિલ્મો સફળ થાય છે, તો કેટલીક સારી કમાણી નથી કરી શકતી. જેમ દરેક વ્યક્તિને દરરોજ ઓફિસ જવું પડે છે, તેમ મારે પણ કામ કરવું પડે છે. જો કે મને અલગ અલગ પાત્રો ભજવવાની મજા આવે છે. એટલે બને ત્યાં સુધી વર્ષમાં વધુ ફિલ્મ કરી વિવિધ પ્રકારના પાત્ર કરી અભિનયનો આનંદ લેવા માંગુ છું.
અક્ષયકુમાર સમાચારોની હેડલાઈન બન્યો
છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમાર સમાચારોની હેડલાઈન બની રહ્યો છે. હેરાફેરીની સિકવલ ફિલ્મને લઈને પણ અક્ષય અને પરેશ રાવલ વચ્ચેનો વિવાદ બહુ લાંબો ચાલ્યો. ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે બંને કલાકારો વચ્ચે સુલહે થઈ ગઈ છે. અને સંભવત હેરાફેરીમાં બાબુ ભૈયાના પાત્રમાં પરેશ રાવલ જ જોવા મળશે.