'રામાયણમ'નો ફર્સ્ટ લુક 4 જુલાઈના રોજ રિલીઝ થયા બાદથી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. રણબીરકપૂરની 'રામાયણમ' ફિલ્મનો પ્રોમો લોકોને ખૂબ પસંદ આવ્યો. નિર્દેશ તિવારીના નિર્દેશનમાં બનતી આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થવા સાથે જ દર્શકોમાં 'રામાયણમ'ને લઈને ઉત્સુકતા વધી છે. આ ફિલ્મ દર્શકો માટે વધુ રોમાચિંત બનશે કારણ કે રામ તરીકે સૌથી વધુ લોકપ્રિય થનાર કલાકાર અરુણ ગોવિલ પણ આ ફિલ્મમાં અભિનય કરશે.


ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો

દર્શકોને અરુણ ગોવિલને આ ફિલ્મમાં દશરથના પાત્રમાં જોશે. ત્યારે સીતા તરીકે લોકપ્રિય થયેલા દિપીકા ચિખલિયા કેમ આ ફિલ્મમાં નથી તેને લઈને એક ઇન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો કે નિર્માતા દ્વારા મારો સંપર્ક કરાયો નથી. દશરથની ભૂમિકામાં અરુણના કાસ્ટિંગ વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ ફિલ્મમાં લોકો તેમને દશરથની ભૂમિકામાં પસંદ કરશે. ત્યારે તેમણે કહ્યું કે મને ખબર નથી કે શું કહેવું. મેં હંમેશા તેમને રામ તરીકે અને મને સીતાના પાત્રમાં જોયા છે. મારા માટે, તેમને દશરથના પાત્રમાં જોવા થોડું વિચિત્ર લાગે છે. જો કે આ તેમની વ્યક્તિગત પસંદગી છે.

ફિલ્મમાં બોલીવુડના આ કલાકારો

જણાવી દઈએ કે 'રામાયણમ' ફિલ્મમાં બોલીવુડના હેન્ડસમ હિરો કહેવાતા રણબીર કપૂર રામના પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત સાઉથના લોકપ્રિય અભિનેતા યશ રાવણનું પાત્ર કરી રહ્યા છે અને સાઈપલ્લવી માતા સીતાની મુખ્યભૂમિકામાં અભિનય કરી રહ્યા છે. આ ઉપરાંત સનીદેઓલ, વિવેક ઓબેરોય, રકુલપ્રીત અને લારા દત્તા જેવા ખ્યાતનામ કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે. 

ચેનલો પર ધાર્મિક સીરીયલનો જમાવડો

હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. વર્ષો પહેલા ટેલીવિઝન પર આવેલ રામાનંદ સાગરની રામાયણ સીરિયલે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અને તેના બાદ બી.આર.ચોપરાએ પણ મહાભારત સીરિયલ બનાવી જે ખૂબ લોકપ્રિય થઈ હતી. ત્યારબાદથી ભારતમાં ધાર્મિક વિષયવસ્તુને લઈને સીરિયલ અને ફિલ્મ બનાવવાનો ક્રેઝ વધ્યો હતો. આજે પણ દરેક ચેનલ પર ભગવાન શિવ, રામભક્ત હનુમાનજી, રાધાક્રિષ્ન અને શનિદેવ પર શો રજૂ થયા. 

  • Follow us on: