એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલ અને પતિ અપૂર્વ પડગાંવકર અલગ થઇ રહ્યા છે તેવી વાતો છેલ્લા કેટલાંક દિવસથી સામે આવી રહી છે. હજુ તો બંનેના લગ્ન દોઢ વર્ષ પહેલાં જ થયા છે. બંનેના અલગ થવાની વાત પર એકટ્રેસ દિવ્યાએ ચુપ્પી તોડી છે.

દિવ્યા અગ્રવાલે પતિથી થઇ રહી છે અલગ?
મળતી માહિતી પ્રમાણે રિયાલિટી શો સ્પિટ્સવિલાથી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલ અને પતિ અપૂર્વ પડગાંવકર વચ્ચે અણબનાવ છે અને તેઓ અલગ થવા જઇ રહ્યા છે. ફેબ્રુઆરી 2024માં પરંપરાગત મરાઠી રીતિ રિવાજછી લગ્ન ગ્રંથિથી જોડાયેલ આ જોડાને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે બંને લગ્નના દોઢ વર્ષ બાદ અલગ થવા જઇ રહ્યા છે. જો કે દિવ્યાએ આ અફવાઓને લઇને ચુપ્પી તોડી છે.

ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી આપ્યો જવાબ
23 જુલાઇએ દિવ્યા અગ્રવાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ અપૂર્વ સાથે એક મિરર સેલ્ફી શેર કરી. ફોટોમાં બંને ઉપર મજાકના મૂડમાં કેપ્શન બબલ્સ કરેલું છે. દિવ્યાના ઇમેજ પર તેણે લખ્યુ છે કે 'પોસ્ટ કર દેતી હૂં વરના મીડિયા સેપરેટ બોલેગી', તો અપૂર્વ પર લખ્યુ છે કે 'શું ફરક પડે છે'. આ કેપ્શનથી સાફ થાય છે કે બંને અલગ નથી થઇ રહ્યા અને આ માત્ર અફવા છે.

  • Follow us on: